________________
નને માટે જ તનમનથી પ્રયત્નવંત થએલા છે. દેવતાઓને પણ પૂજનીય એવા આ મુનિરાજેએ તરૂણ અવસ્થામાં વિષય વિકારોને વશ કરેલા છે માટે તેમને ધન્ય છે. “ઇત્યાદિક માનસિક ભાવના ભાવતો દેદાશાહ જ્યાં શ્રાવકે બેઠાબેઠા પૌષધશાળા બનાવવાનો વિચાર કરે છે ત્યાં આવી તેમને વંદના કરીને બેઠો, અને તેને મના પોષધશાળા બનાવવાના વિચારોને જાણીને પોતે પણ વિચાર કરવા લાગ્યો. કે અહી? “પષધશાળા બનાવવા થકી પ્રાણીને ઘણું પુન્ય ઉપાર્જન થાય છે, કેમકે તે સાધુઓની મહાન દુકાન ગણાય છે, તેમાંથી કેટલાક ભવ્ય જીવો વ્રતાદિક કરીયાણું ગ્રહણ કરે છે, અને તે કરીયાણું તેમને અનંત લાભને આપે છે. વળી જે સ્થાનકે ધર્મ સાંભળ, પડિક્રમણ કરવું વગેરે થાય છે, તેમ તે અનેક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરવાને માટે સાધુ સાધ્વી તેમજ શ્રાવક્ર શ્રાવિકાને પણ ઘણી જ ઉપયોગી નીવડે છે. માટે આ ઠેકાણે હું ચતુર્વિધ સંઘની રજા માગીને એક મોટી પૈષધશાળા કરાવું. અને દુઃખે તરી શકાય એવા સંસાર રૂપી સમુદ્રથી મારા આત્માને તારૂ, કેમકે આ જીવન ક્ષણિક છે. તેમાં પણ વારંવાર મનુષ્યાવતાર પામી આવા પ્રકારની અમૂલ્ય તક મેળવવી તેતે ઘણી જ દુર્લભ છે તે મળેલી તક ભારે ગુમાવવી જોઈએ નહિ કે જેથી પાછળથી પસ્તાવું ન પડે. વળી આ કાયાને નાશવંત જાણીને અનેક પ્રકારના સત્કાર્ય વડે કરીને જંદગીને સફળ કરવી એ માણસની ફરજ છે. જગતનું ખરૂ સ્વરૂપ જાણીને પિતાના આત્માને હિતકારી જે માર્ગ હોય તે માર્ગ દેવું, વળી દરેક માનવે આજુબાજુની પાપમય ખટપટમાં ગુંથાવા જતા પિતાના આત્માને અટકાવવો એવો આ દુનિયાને સાર્વજનિક માટે સાધારણ નિયમ હોય છે, પરંતુ આજે વિદ્વાનો પણ તેના ભોગ થઈ પડે છે તે ખરેખર નવાઈ જેવું ગણાય છે.” ઈત્યાદિક વિચારમાં ગુંથાયેલા દેદાશાહે સંઘને વિનંતિ કરવાનું ઉચિત ધાયું.
હે ધર્મબાંધવો ! “હું એક તમારો કિંકર છું, માટે તમે મારી ઉપર મહેરબાની કરીને પૈષધશાળા બનાવવાનો મને હુકમ આપ કે જેથી સંપૂર્ણ પૈષધશાળા હું બનાવું,” દેદાશાહે અત્યંત ભક્તિપૂર્વક સંધને વિનંતિ કરી. ,
હે દેદાશાહ! “તમે બોલો છે તે વ્યાજબી છે, પરંતુ પૈષધશા