________________
લતુ નથી, અમે રોગોને જ્ય કરી શકતા નથી, એવી અનેક પ્રકારની વિટંબનાથી અમે ઘેરાયેલા છીએ, અમે શું કરીયે. દેવ અમારી ઉપર કાપ કરે છે, અમારૂ ધાર્યું થતું નથી. એવી રીતે અનેક પ્રકારે બીજાના દોષ કાઢે છે, પણ અફસોસ કે પિતાનાં કર્તવ્ય કેવાં છે તેનું તેને ભાન હોતું નથી. કેમકે કહ્યું છે કે –
विषमां हि दशां प्राप्य, दैवं गर्हयते नरः
आत्मनः कर्म दोषांव, नैव जानात्य पंडितः રહસ્યાર્થ-દુર્દશામાં ફસાયલે માણસ પોતાના દેવની નિંદા કરે છે, પણ તે મંદ મતિવાળા પિતાનાથી કરાયેલાં દુષ્કાયને સંભાળતો નથી.
ટુંકમાં મારે તે એટલું જ કહેવાનું કે ભલે જગત વિષમ માર્ગે પ્રવર્તે, તે માટે તે મુખ્યતા છે, કેમકે “ઠાકર વાગે ત્યારે સમજણ આવે” એવો સૈદ્ધાતિક સામાન્ય નિયમ છે, તેઓ હિતકારી વચન નહિ માનતાં મનસ્વી પ્રમાણે વર્તશે તે તેમના કર્મનું ફળ તે ભોગવશે, કારણ કે દુષ્કાર્ય કરવાથી તેનું સારૂ ફળ કદિ મળે જ નહિ, જો કર વાવીને આમ્રવૃક્ષની આશા રાખવી તે આકાશમાંથી ૫૫ લે. વાના સરખુ છે, સૌ સૌનું કયું ભેગવશે. શાણા અને સમજુ જને પિતાનું હિત સમજી શકે છે, કેમકે તેઓ જાણે છે કે પુન્ય કરવાથી
અને ધર્મ ક્રીયામાં લીન રહેવાથી પ્રાણીઓ આ લોકમાં સુખી થઈ પલકમાં અમોઘ સુખ સંપદાને મેળવે છે, અને અધમ કાર્યોનું સેવન કરવાથી જીવને દુઃખી થવું પડે, એ જગતના સર્વ જીવો ઉપર સાધારણ નિયમ છે. હવે આ પ્રમાણે જાણ્યા છતાં પણ જે જીવને જ્યાં રૂચિ પડે તે રસ્તે તે જાય છે તેને માટે તે રવતંત્ર ગણાય છે, પણ મને તે તાદશ અનુભવ થયો કે શ્રી ચિંતામણું તુ પાર્શ્વનાથનું સેવન કરવાથી મારા સ્વામી કારાગ્રહથી મુક્ત થયા એટલું જ નહિ પણ તે ઈશની ભાવપૂર્વક ભક્તિ કરવાથી બીજુ પણ જે ફળ થયું તે જગજાહેર છે વળી તેવીજ રીતે ધર્મનું આરાધન કરતાં અને તિર્થંકરની ભક્તિ કરતાં મારી પણ પુત્ર રૂ૫ ફળ મેળવકવાની આશા ફળી. આવી રીતે અમને તો સાક્ષાત્કાર અનુભવ થયો. થ, હું ચાહું છું કે હે દેવ ! ભવોભવ મને તારી ભક્તિ મળને ! તારા પવિત્ર ધર્મનું અને તારું ભભવ મને દર્શન દેજે..