________________
૩૭
લેમાં દેવતાઈ સુખ ભોગવવા લાગ્યા. એવી રીતે ભોગ વિલાસમાં
આસક્ત થતાં કેટલેક કાલ વહી ગયે છતે પેથડકુમારને કાંઝણકુમાર નામનો પુત્ર થયો, એક વખતે પોતાને જ્યાં પુત્રની ખોટ હતી અને હવે પુત્રને પણ પુત્ર દેખીને માતા પિતાને ઘણે સંતોષ થતો હતો. કામકુંવર સરખો ઝાંઝ| કુમાર કાલુ કાલુ બોલતા કમળપ્રયે જેમ હંસ આનંદ પામે છે તેમ ધનવંતને અને પિતાના માતા પિતાને તે ઘણો જ પ્રિય થયો હતો લધુવયમાં પણ તેની અપાર બુદ્ધિ દેખીને તેને સમગ્ર શાસ્ત્રમાં પારંગત થવાને માટે તેના પિતામહે તેને ભણવાને માટે મુક્યો, કેમકે વિધા વગર માણસનું જીવતર નકામુ છે વળી કહ્યું પણ છે કે
નાત મૃત પૂરનાં, વા ન વાતમાં सक दुःख करावाद्या, वन्तिमस्तु पदे पदे.
ભાવાર્થ-પુત્ર ઉત્પન્ન ન થયો હોય તે સારૂ, અથવા તો મરણ પામેલ હોય તે સારૂ પણ મુખ પુત્ર સારો નહિ; કેમકે તે પગલે પગલે દુઃખને કરનારે થાય છે.
માટે પુત્રને ભણાવે તે મારા સરખા પિતાને ધર્મ છે, જે પુત્રને ભણાવવાને માટે ઉપેક્ષા કરીશ તો ભવિયમાં તે સમજણો થતાં મને ફિટકાર આપશે, પિતાના બાપને તે ધિક્કારશે ? એટલું જ નહિ પણ વિદ્યા વગર તેની અંદગી તેને ઘણી જ અકારી લાગશે, માણસની કિંમત વિઘા વગર થઈ શકતી નથી. માટે માતા પિતાની પ્રથમ ફરજ છે કે પુત્રને ભણાવ, અરેરે ! બિચારાં કેટલાંક - જ્ઞાની માબાપ એવાં તે હોય છે કે પિતાનાં છોકરાને ભણાવવાને તેઓ તદન બિન કાળજીવાળાં હોય છે. પરંતુ ખરેખર માતા પિતાએ પિતાના તન, મન અને ધનથી નિજ બાળકને વિધા સંપાદન કરાવી તેને હરેક પ્રકારની કળાની માહિતી આપવી, તે દરેક મનુષ્યની સામાન્ય રીતે પ્રથમ ફરજ છે પરંતુ બિચારા મૂઢ જીવોને વિધાની કિંમત હોતી નથી, ભવિષ્યમાં વિધા વગર પિતાના પુત્રને કેટલી બધી હાડમારી સહન કરવી પડે છે, તે વખતે હજારો તિરરકાર વડે તે મરણ ને શરણ થએલાં માતા પિતાને તેને ફિટકાર આપવો પડે છે. જેમ નિર્દય હાયનાં માતા પિતા પિતાની છોકરીના હજાર રૂપિયા લઈને વૃદ્ધ નરને પરણાવી તેની જીદગીનું બળવાન