________________
ગાયના પેટમાં રહ્યું થયું દુષ્પ રૂપે પરિણમીને જગતનું પોષણ કરે છે. તેમજ દૂધથી બનાવેલી જે ક્ષીર તે સુધાનો તત્કાળ આળોગવાવડે કરીને જ નાશ કરે છે. શિતાદિકને પણ દુર કરી શકે છે, શત્રુ સમુદાયનું રક્ષણ કરે છે. પારકા પ્રાણેનું પોષણ કરે છે. એવી રીતે તૃણુ સરખુ પણું જગતને એક રીતે કારણું પડે ઉપયોગી નીવડે છે.
પછી દયા, ઉપકાર, શિયલ આદિ ગુણરૂપ પલ્લવો જે ઠેકાણે રહેલા છે, એવો મિથ્યાત્વી પણ ભદ્રક ભાવની વેલડી છે, કેમકે આ ભરતક્ષેત્રમાં ભદ્રક ભાવી એવા મિથ્યાદ્રષ્ટિ જીવો પણ મરીને નવમે વર્ષે કેવલ્ય (મોક્ષ) પદવી પામે છે, માટે ખરેખર પુરૂષો પોતાનું સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે, જોકે આ ગી છે તો પણ તેનામાં કેટલાક સારા ગુણ છે. વળી જંગલની ઓષધી પ્રમુખને ઓળખવા વડે કરીને તે મહા ચમત્કારને ભરેલો છે, જગતમાં માસુસનું કોમળ હૃદય તેની નિઃસ્વાર્થ બુદ્ધિથી ઉપકાર કરનાર તરફ જેટલું આકર્ષાતું હશે, તેટલું અન્ય તરફ ભાગ્યેજ આકર્ષાય એવો સષ્ટિને સર્વ માન્ય સાધારણ નિયમ છે, આવી રીતનો ઉપકાર કરનાર તર૪ માનવનું મન વધારેને વધારે આકર્ધાતું રહે તો તે બનવા જોગ છે. જગતમાં નિઃસ્વાર્થ બુદ્ધિથી પરેપકાર દ્રષ્ટિ રાખીને આવા પ્રકારનો ઉપકાર કરનાર મહાત્માઓ વિરલાજ નજરો આગળ તરે છે. જગતને પોતાનો ઉદ્ધાર કરવાને આવા પરોપકારી મહાત્માઓની ઘણી જ જરૂર છે. સારી આલમ ભટક્તાં પણ ખરી વસ્તુ જાણનારા મહાન મહાત્માઓને સંયોગ જીવોને ભાગ્યેજ થાય છે. અન્યથા “લોભીયા વસે ત્યાં આગળ ધુતારા ભૂખે ન મરે” એવા બનાવો તે સહજ માત્રમાં બની જાય છે, એથી ઉલટુ માણસને લાભ કરતાં હાની વધારે સહન કરવી પડે છે, જ્યારે એકજ અર્થાત અહિક વર્ગનું હિત કરનાર તર૪ મ ણસનું મન આટલું બધું પ્રેરાય છે. તે પછી ઉભય વર્ગનું હિત કરનાર એવા સાધુ તરફ માણસને કેટલો બધે પૂજ્ય ભાવ ઉત્પન્ન થાય તેને વાંચકે કૃપા કરીને સ્વતઃવિચાર કરી લેવો, ઇત્યાદિક અનેક પ્રકારના વિચાર કરતો, અને આનંદથી પોષાતો દેદાશાહ શ્રાવક પિતાના ઘર તરફ ગયો.