________________
નાર દૈવજ છે. પરંતુ માણસને પૈર્યતા નથી, અરે માણસને સમજવું જોઈએ કે તેને પિતાની જેટલી ચિંતા છે તેના કરતાં તેને દૈવને તેની વધારે ચિંતા રહેલી હોય છે, જ્યાં ઉદય થવાનો હોય ત્યાંજ દૈવ તેને ઘસડીને ખેંચી જાય છે, પરંતુ ખરેખર માણસને તેટલી સમતા કયાંથી હોય છે પરંતુ કુદરતનો એવો કાયદો છે કે દુઃખી અવસ્થામાં દીલગીર થવું અને સંપત્તિમાં પ્રસન્ન ચિત્તવાળા થવું એ સુષ્ટિનો માનવ જીવનને માટે સાધારણ નિયમ છે, ગમે તેવો માણસ હોય તે પણ હર્ષ કે શેકની તેને અસર થયા વગર રહે નહિ, ને અસર ન થાય તે તે ઉંચ કોટીનો જ આત્મા ગણાય. કેમકે તે ધીરવીર પુરૂષનું મન પણ એક વખત પીગળાવી નાખે છે. આહા ! કાલે જે દેદાશાહ હતા તેજ અત્યારે છે, પણ હદયની અંદર રહેલા પુદ્ગલોનજ માત્ર તફાવત છે, કાલે જે વદન શોકની છાયાથી કરમાઈ ગયુ હતું, તેજ વદન અત્યારે આનંદની લહેરીથી ખીલ ખીલ કરી રહ્યું છે, દૈવને જેમ દુઃખ આપતાં વાર લાગતી નથી, તેમ મારૂસના જીવનને એકદમ સુખી બનાવવાને પણ તેને વાર લાગતી નથી. શાસ્ત્રમાં પણ કથન કર્યું છે કે
अचिन्तितानि दुःखानि यथैवायांति देहिनाम् सुखान्यापि तथा मन्ये दैवमत्रातिरिच्यते ॥ १ ॥
ભાવાર્થ––-પ્રાણીને જેવી રીતે અણધારેલાં દુઃખ આવે છે તેવી જ રીતે સુખો પણુ ઓચિંતાં આવી મળે છે, આ બંને બાબતમાં ભાગ્ય તેજ વિશેષ કારણ છે. * અહા ! મારા દૈવના પ્રબળે કરીને જ જાણે આ ચમત્કારી યોગી અહીં આવેલો હોય ને શું ? ખરેખર જગતમાં આવા મહાન યોગીયો પણ હયાત દેખાય છે. અરેરે ! જગતમાં પારકાને ઉપકાર કરનારા આવા જોગીય કદાચ ન હોત તો મારી શું દશા થાત. આવી રીતના પ્રત્યક્ષ ઉપકાર કરનાર તરફ પ્રાણીઓની વૃત્તિ સહજ રીતે આ કર્ષાઈ તેની પ્રત્યે તેની પુજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય તો નવાઈ ગણાય નહિ. પૃથ્વીને “વ વસુંધરા " કહેલી છે તે મહાત્માઓનું અક્ષરે અક્ષર વચન સત્યજ છે. અહો એક તૃણ સરખુ પણ સારા ગુણવાળું હોય છે તે મનુષ્ય સરખું પાણી આવી રીતના ઉ. • પકારને કરનારૂ થાય તેમાં શું નવાઈ ગણાય? તણું તપંક્તિને સુધારે છે.