Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : છ છેદસૂત્રો
અને જે સંયમને સાધક છે તેવા પદાર્થ, સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિ અહીં જણાવ્યાં છે. વળી અમુક અકાર્ય માટે કયું પ્રાયશ્ચિત્ત દશ પ્રાયશ્ચિત્તમાંથી આપવું તે અને કલ્પના છ પ્રકાર વગેરે જણાવેલ છે.
(૩) વ્યવહાર સૂત્ર : આમાં દશ ઉદ્દેશક છે. પહેલામાં આચારથી પતિત થનારા મુનિઓએ આલોચના (Confession) કરવી ઘટે એની વાત છે. સાથે આલોચના સાંભળનાર અને આલોચના કરનાર મુનિ કેવા હોવા જોઈએ અને આલોચના કેવા ભાવથી ક૨વી જોઈએ, અને તેને કેટલું પ્રાયશ્ચિત્ત દેવું એ વાત છે. બીજામાં એક કરતાં વધુ સાધુ વિહાર કરે તેમાં એક યા વધુ દોષ કરે તો અન્ય શું કરવું એ જણાવ્યું છે. ત્રીજામાં સાધુઓને સાથે લઈ તેના ગણી - મુખી બનવામાં શું ગુણો જ્ઞાનચારિત્રાદિ જોઈએ તે, તેમજ કોને આચાર્ય ઉપાધ્યાયાદિ સાત પદવી આપવી – ન આપવી ઘટે તે બતાવ્યું છે. ચોથામાં કેટલા સાધુ સહિત કેવી રીતે વિહાર કે ચાતુર્માસસ્થિતિ કરવી ઘટે તે છે. પાંચમામાં સાધ્વીઓની પદવીઓ ધારણ કરનારી પ્રવર્તિની આદિએ કેવી રીતે વિહાર કે ચાતુર્માસ સ્થિતિ કરવી ઘટે વગેરે દર્શાવ્યું છે. છઠામાં ગોચરી – ભિક્ષા, સ્થંડિલ, વસતિ ક્યાં અને કેમ કરવી ઘટે યા ન ઘટે તે, તેમજ અમુક સ્ખલન માટેનાં પ્રાયશ્ચિત્ત જણાવેલ છે. સાતમામાં બીજા સમવાયમાંથી આવેલ સાધ્વી માટે શું કરવું તેમજ સાધ્વીઓ માટેના નિયમ, સ્વાધ્યાય, પદવીદાન, ગૃહસ્થાદિની આજ્ઞા લઈ અમુક સંજોગોમાં વર્તવું વગેરે છે. આઠમામાં ગૃહસ્થના મકાનનો કેટલો ભાગ વાપરવો, તેમને ત્યાંથી પાટ, પાટલા કેવી રીતે કેટલાં લઈ આવવાં, પાત્રાદિ ઉપકરણો કેટલાં ખપે, ભોજન કેટલું કરવું એ બતાવ્યું છે. નવમામાં શય્યાતર (મકાનને વાપરવા દેના૨)નો અધિકાર છે. તેનું કેવું મકાન વાપરવું, ન વાપરવું, ભિક્ષુ પ્રતિમાઓમાં કેવું વર્તન આરાધક થાય વગેરે જણાવ્યું છે. દશમામાં બે પ્રકારની પ્રતિમા (અભિગ્રહ), બે જાતના પરિષહ, પાંચ પ્રકારના વ્યવહાર, ચાર જાતના પુરુષ (સાધુ), ચાર જાતના આચાર્ય ને શિષ્ય, સ્થવિરની તથા શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ, અમુક અમુક આગમો ક્યારે શીખવવાં વગેરે નિરૂપ્યું છે.
૧૭
(૪) દશાશ્રુતસ્કંધ : આમાં દશ અધ્યયન છે. પહેલામાં પુરુષ પોતાની પ્રકૃતિથી પ્રતિકૂલ આચરણ કરવાથી અસમાધિનું કારણ થાય છે. તે પ્રમાણે મુનિ પોતાના સંયમથી પ્રતિકૂલ આચરણ કરવાથી સંયમમાં અસમાધિ મેળવે છે. તેથી અસમાધિનાં ૨૦ સ્થાનો અહીં છે. બીજામાં સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ૨૧ સબલ દોષનું નિરૂપણ છે. ત્રીજામાં ગુરુની ૩૩ આશાતના, ચોથામાં આચાર્યની આઠ સંપદા ને તેના ભેદ, શિષ્ય માટે ચાર પ્રકારના વિનયની પ્રવૃત્તિ અને તેના ભેદ, પાંચમામાં ચિત્તસમાધિનાં દશ સ્થાન, છઠ્ઠામાં શ્રાવકની ૧૧ પ્રતિમાનું વિવરણ અને સાતમામાં ભિક્ષુ-પ્રતિમા જણાવેલ છે. આઠમું વીર પ્રભુનાં ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવલજ્ઞાન ને મોક્ષ ક્યારે થયાં તે સંબંધીનું પર્યુષણાકલ્પ છે, કે જે પર્યુષણ વખતે સાધુઓ હાલ વ્યાખ્યાનમાં વાંચે છે ને તેનું ટૂંકું નામ કલ્પસૂત્ર છે. તે આ દશાશ્રુતસ્કંધનું ૮મું અધ્યયન છે. નવમામાં મહામોહનીય કર્મબંધનાં ૩૦ સ્થાન અને દશમામાં નવ નિદાનો (નિયાણાં) જણાવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org