Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપલબ્ધ શ્રત-સાહિત્ય : ચાર મૂલસૂત્ર
૧૫
કથા છે. તે પરથી આ અધ્યયનને સંજયીય કહી શકાય. ૧૯. મૃગાપુત્રીય, ભોગનો ત્યાગ કરતાં શરીરની શુશ્રુષા વર્જવાની છે. તે પર મૃગાપુત્રની કથા છે. ૨૦. મહાનિર્ગથીય. “સંસારમાં મારો રક્ષક કોઈ નથી, હું એકલો જ છું' એવા અનાથપણાની ભાવના આમાં સિદ્ધ કરી છે કે તે પર અનાથ મુનિની કથા છે. ૨૧. સમુદ્રપાલીય. અનાથપણાનો વિચાર એકાંતચર્યા વિના થઈ શકતો નથી તેથી એકાંતચર્યા પર સમુદ્રપાલની કથા આમાં આવી છે. ૨૨. રથનેમીય. એકાંતચર્યા ધીરજ વિના પાળી શકાતી નથી તેથી રથનેમિના દષ્ટાંતથી ચારિત્રમાં ધૃતિ રાખવાનો ઉપદેશ કર્યો છે. પ્રથમ શ્રી નેમિનાથનો રાજિમતીનો ત્યાગ ને દીક્ષા જણાવી રાજિમતીએ રથનેમિને કરેલ ઉપદેશ વગેરે સુંદર કથા છે. ૨૩. કેશિ ગૌતમીય. સંયમમાં ધૃતિ રાખતાં, આવતી શંકાઓનું સમાધાન કરી સંયમમાર્ગમાં પ્રવર્તવું. આમાં શ્રી પાર્શ્વનાથના ક્રમાગત શિષ્ય કેશીકુમાર અને શ્રી મહાવીરના શિષ્ય ગૌતમ સ્વામી વચ્ચે સંવાદ છે. ૨૪. પ્રવચનમાતા. શંકાનું નિવારણ કરવામાં ભાષાસમિતિરૂ૫ વાગુયોગની જરૂર છે તેથી આમાં પાંચ સમિતિ અને ત્રણ ગુણિરૂપ આઠ પ્રવચનમાતાનું સ્વરૂપ આપ્યું છે. આ આઠમાં સર્વ દ્વાદશાંગરૂપ પ્રવચનનો સમાવેશ થાય છે તેથી તે તેની માતા રૂપ કહેવાય છે. ૨૫. યજ્ઞીય. આમાં જયઘોષ અને વિજયઘોષની કથા દ્વારા બ્રાહ્મણનાં લક્ષણ અને બ્રહ્મચર્યના ગુણ બતાવ્યા છે. ૨૬. સામાચારી. સાધુ સામાચારી દશ પ્રકારની આવશ્યકી આદિ બતાવી છે. તે ઉપરાંત બીજી રીતે સાધુ માટેની સામાચારી દિનકૃત્ય, રાત્રિકૃત્ય વગેરે બતાવેલ છે. ૨૭. ખલુંકીય. સામાચારી અશઠપણાથી પળાય. તે પર ગર્ગ નામના મુનિની કથા કહી તેમાં ખલુંક (ગળિયા બળદ)નું દષ્ટાંત આપી તે ઉપનયથી શિષ્યો પર ઉતાર્યું છે. ૨૮. મોક્ષમાર્ગ. અશઠતાથી મોક્ષ સુલભ થાય છે. આમાં મોક્ષમાર્ગનાં ચાર કારણો નામે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ જણાવી તે દરેકના ભેદ સમજાવ્યા છે. ૨૯. સમ્યક્ત્વપરાક્રમ. વીતરાગ થયા વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી નથી તે સમજાવવા આ અધ્યયન છે. તેમાં સંવેગ, નિર્વેદ, ધર્મશ્રદ્ધા આદિ ૭૩ દ્વાર કહ્યાં છે. ૩૦. તપોમાર્ગ. આમ્રવદ્વાર બંધ કરી તપ વડે કર્મનું શોષણ કરાય છે. તે તપના ૬ પ્રકારનાં બાહ્ય તપ અને ૬ પ્રકારનાં અંતરંગ તપ એમ બે ભેદ દરેકના પ્રભેદ સાથે સમજાવેલ છે. ૩૧. ચરણવિધિ. ચરણ એટલે ચારિત્ર. તેની વિધિ – વર્ણન છે. અમુકનો ત્યાગ ને અમુક ગુણોનો સ્વીકાર એ જણાવી ચારિત્રનું સ્વરૂપ બતાવ્યું છે. ૩૨. પ્રમાદસ્થાન. પ્રમાદનું જ્ઞાન કરી તેનો ત્યાગ કરવો ઘટે તેથી પ્રમાદનું સ્વરૂપ આપ્યું છે. રાગ, દ્વેષ, મોહ અને કષાયનું સ્વરૂપ ને તેના દોષ બતાવ્યા છે. ૩૩. કર્મપ્રકૃતિ. આમાં કર્મનું સ્વરૂપ, તેના જ્ઞાનાવરણીયાદિ ભેદ અને ઉત્તરભેદ વગેરેથી બતાવ્યું છે. ૩૪. વેશ્યા. વેશ્યાના પ્રકાર ને તેનું નિરૂપણ છે. ૩૫. અનગાર માર્ગ. અનુગાર એટલે અગાર – ગૃહરહિત એવા સાધુના ગુણો પંચમહાવ્રતાદિ પાળવાનું જણાવ્યું છે. ૩૬. જીવાજીવવિભક્તિ. સાધુ-ગુણ સેવવામાં જીવાજીવનું સ્વરૂપ જાણવું આવશ્યક છે તેથી જીવ અને અજીવ, તેના પ્રકાર વગેરે સમજાવ્યું છે.
શ્રી ભદ્રબાહુ આ પરની નિયુક્તિમાં જણાવે છે કે આનાં ૩૬ અધ્યયનમાં કેટલાંક અંગમાંથી પ્રભવેલાં, કેટલાંક જિનભાષિત, કેટલાંક પ્રત્યેકબુદ્ધ સંવાદરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org