Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : ચાર મૂલસૂત્ર
૧૩
(૨) દશવૈકાલિક સૂત્ર : આ સૂત્ર ચૌદ પૂર્વધર સયંભવસૂરિએ પોતાના પુત્ર મનક માટે પૂર્વમાંથી ઉદ્ધરી રચ્યું. કાલથી નિવૃત્ત એવું — વિકાલે પઢી શકાય એવું દશ અધ્યયનવાળું તે દશ વૈકાલિક. તેમાં પહેલી ગાથામાં જણાવ્યું છે કે “ધખો બંનમુશ્ચિકું હિંસા સંગમો તવો’ – અહિંસા, સંયમ અને તપ એ ઉત્કૃષ્ટ મંગલરૂપ ધર્મ છે. તે અતિ ઉત્તમ અને નીતિના સિદ્ધાંતથી ભરપૂર છે.
આ સૂત્રમાં ૧૦ અધ્યયન છે. ૧. દુમપુષ્પિક. તેમાં ધર્મપ્રશંસા – ધર્મની સ્તુતિ છે. સકલ પુરુષાર્થમાં ધર્મ પ્રધાન છે. દ્રુમના પુષ્પમાંથી ભ્રમર રસ ચૂસી લે છતાં તેને ઈજા ન કરે તેમ શ્રમણ વર્તે છે. ૨. શ્રામસ્યપૂર્વિક. ધર્મ તરફ રુચિ છતાં અભિનવ પ્રવ્રજિતને અધૃતિથી સંમોહ ન થાય તે માટે વૃતિ – વૈર્ય રાખવું તેનો અધિકાર છે. ૩. યુલ્લિકાચારકથા. ધૃતિ આચારમાં જોઈએ તેથી આચારકથા શુદ્ધિકા એટલે નાની કહેવામાં આવે છે. તે આત્મસંયમનો ઉપાય છે. ૪. ષજીવનિકા. ઉક્ત આચાર છે જીવ કાયગોચર હોવો જોઈએ અથવા આત્મસંયમ બીજા જીવોના જ્ઞાનપૂર્વક પાલન કરવો ઘટે તેથી તે રૂપ આ અધ્યયન છે. ૫. પિડેષણા. તે રૂપ ધર્મ દહ સ્વસ્થ હોય તો પળાય, અને તેથી આહાર વગર પ્રાયઃ સ્વસ્થ થવાતું નથી માટે સાવદ્ય અને નિરવદ્ય એવા આહારમાં નિરવદ્ય આહાર ગ્રાહ્ય છે. આમાં બે ઉદ્દેશક છે. ભિક્ષાની વિશુદ્ધિ તે તપઃ સંયમને ગુણકારી છે. ૬. મહાચાર કથા. ગોચરી – ભિક્ષાએ જતાં મહાજન સમક્ષ સ્વાચાર નથી કહી શકાતો પણ આલયમાં ગુરુ કહે છે તેથી મહાજનને યોગ્ય એવી નાની નહિ પણ મોટી આચારની કથા. ૭. વચનવિશુદ્ધિ. તે કથા આલયમાં હોવા છતાં ગુરુએ નિરવદ્ય વચનથી કહેવી ઘટે. ૮. આચારપ્રણિધિ. નિરવધ વચન આચારમાં પ્રણિહિતને થાય છે. ૯. વિનય. આચારમાં પ્રણિહિત – દત્તચિત્ત હોય તે યથાયોગ્ય વિનયસંપન્ન થાય છે. આમાં વિનયનો અધિકાર છે ને ૪ ઉદ્દેશક છે. ૧૦. સભિક્ષુ. ઉક્ત નવે અધ્યયનના અર્થમાં જે વ્યવસ્થિત છે તે સમ્યગર્ભિક્ષુ થાય છે. આમ સાધુ-ક્રિયાશાસ્ત્રની સમાપ્તિ થાય છે.
કદી કર્મપરતંત્રતાથી કોઈ સાધુ પતિત થાય તો તેનું સ્થિરીકરણ કરવું. તે માટે બે ચૂડા – ચૂલિકા છેવટે મૂકી છે. ૧. રતિવાક્યર્ડા. તે સાધુને સંયમમાં સ્થિરીકરણ માટે છે. તેમાં સાધુના દુજીવન માટે નરકપાતાદિ દોષો વર્ણવેલા છે. ૨. વિવિક્તચર્યા ચૂડા. તેમાં સાધુ પતિત ન થાય તેવા ગુણના અતિરેકનું ફલ છે. વિવિક્તચર્યા એટલે એકાંતચર્યા - અનિયતચર્યા
શ્રી ભદ્રબાહુ દશવૈકાલિક પરની નિયુક્તિમાં જણાવે છે કે ઉપરોક્ત ૪થું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વમાંથી અને અને ૭મું અધ્યયન સત્યપ્રવાદ પૂર્વમાંથી ઉદ્ધત કરેલ છે અને બાકીનાં અધ્યયનો નવમા પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ધત કરેલ છે.
આના બીજા અધ્યાયનમાં રાજિમતી અને રથનેમિની વાત ઉત્તરાધ્યયનમાંથી લીધેલી જણાય છે. આ સૂત્ર તેમજ ઉત્તરાધ્યયન વાંચતાં બૌદ્ધનું ધમ્મપદ યાદ આવે છે.
(૩) ઉત્તરાધ્યયન સૂત્ર : આ આખું સૂત્ર અતિ આનંદદાયક બોધના નિધિરૂપ છે. તેમાં ૩૬ અધ્યયન છે. ૧. વિનય. ધર્મ વિનયમૂલ છે તેથી પ્રથમ વિનયનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org