Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : બાર ઉપાંગો
૧૧
૧૩મા પદોમાં જીવ અને અજીવની, ૧૬ અને ૨૨મામાં મનવચનકાય એ યોગ-આસ્રવની, ૨૩મા પદમાં બંધની, ૩૬મામાં કેવલિ સમુદુઘાતની વાત કરતાં સંવર, નિર્જરા અને મોક્ષ એ ત્રણની પ્રરૂપણા છે. વેશ્યા, સમાધિ, લોકસ્વરૂપ આમાં સમજાવ્યું
૫) સૂર્યપ્રજ્ઞપ્તિ : આમાં સૂર્યાદિ જ્યોતિષચક્રનું વર્ણન છે. સૂર્યપ્રજ્ઞપ્તિ પર ભદ્રબાહુએ નિયુક્તિ રચી હતી. પણ મલયગિરિ પોતાની ટીકામાં કહે છે કે “તે કલિદોષથી નષ્ટ થઈ છે તેથી હું કેવલ સૂત્રની વ્યાખ્યા કરું છું.'
સૂર્યપ્રજ્ઞપ્તિમાં ૨૦ પ્રાભૃત છે. ૧. મંડલગતિ સંખ્યા ૨. સૂર્યનો તિર્યક્ પરિભ્રમ ૩. પ્રાકાશ્ય ક્ષેત્ર પરિમાણ ૪. પ્રકાશ સંસ્થાન ૫. વેશ્યાપ્રતિઘાત ૬. ઓજસંસ્થિતિ ૭. સૂર્યાવાર, ૮.ઉદયસંસ્થિતિ ૯. પૌરુષી છાયા પ્રમાણ ૧૦. યોગસ્વરૂપ ૧૧. સંવત્સરોના આદિ અને અંત ૧૨. સંવત્સરના ભેદ ૧૩. ચંદ્રમાની વૃદ્ધિ-અપવૃદ્ધિ ૧૪. જ્યોત્સા પ્રમાણ ૧૫. શીધ્રગતિ નિર્ણય ૧૬. જ્યોત્સા લક્ષણ ૧૭. ચ્યવન ને ઉપપાત ૧૮. ચંદ્ર-સૂર્ય આદિની ઊંચાઈ ૧૯. તેમનું પરિમાણ ૨૦. ચંદ્રાદિનો અનુભાવ.
(૬) જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ : આમાં જંબૂદ્વીપનું વિસ્તારથી વર્ણન છે. ભૂગોળ વિષયક આ ગ્રંથ છે. તેમાં ભારતવર્ષના વર્ણનમાં રાજા ભરતની કથાઓ ઘણો ભાગ લે છે.
(૭) ચંદ્ર પ્રજ્ઞપ્તિ : આમાં ચંદ્ર જ્યોતિપુચક્રનું વર્ણન છે. તે લગભગ “સૂર્યપ્રજ્ઞપ્તિ’ જેવો - સમાન ગ્રંથ છે.
. ૫થી ૭ ઉપાંગો વૈજ્ઞાનિક ગ્રંથો (Scientific Works) છે. તેમાં ખગોળ, ભૂગોળ, વિશ્વવિદ્યા અને કાલના ભેદો આવે છે. (વિન્ટરનિટ્ઝ)
(૮) કપ્પિયા (કલ્પિકા) – નિરયાવલિકા શ્રુતસ્કંધ : નિરય એટલે નરકની આવલિ કરનારનું જેમાં વર્ણન છે તે. આમાં મગધના રાજા શ્રેણિક (બૌદ્ધમાં બિંબિસાર)નું તેના પુત્ર કોણિક (અજાતશત્રુ)થી થયેલ મૃત્યુ (કે જેની વાત બૌદ્ધ ગ્રંથોમાં પણ આવે છે) વગેરે હકીકત છે. શ્રેણિકના દશ પુત્રો કાલિકુમાર આદિ, તેમના પિતામહ વેશાલિના રાજા ચેટકની સાથે યુદ્ધમાં લડતાં મરાયો. પછી નરકમાં જઈ મોક્ષે જશે તેની હકીકત છે.
(૯) કપ્પવર્ડસિયા (કલ્પાવતસિકા) : આમાં શ્રેણિક રાજાના દસ પૌત્રો પદ્રકુમાર આદિ દીક્ષા લઈ જુદાજુદા કલ્પ - દેવલોકમાં ગયા ને ત્યાંથી મોક્ષે જશે તેનું વર્ણન છે. તે દરેકનું એક એમ દસ અધ્યયન છે.
(૧૦) પુફિયા (પુષ્પિકા) : આમાં પણ દસ અધ્યયન છે. શ્રી મહાવીરને દસ દેવદેવીઓ પોતાના વિમાનમાંથી પુષ્પકમાં બેસીને વંદન કરવા આવે છે. તેમના પૂર્વભવ મહાવીર ગૌતમને જણાવે છે. આમાં ૧. ચંદ્ર અને ૨. સૂર્યની પૂર્વકરણી ૩. મહાશુક્રદેવનો પૂર્વભવ – સોમલ બ્રાહ્મણ. ૪. બહુપુત્તીયા દેવીનો પૂર્વભવ – સુભદ્રા સાધ્વી પ. પૂર્ણભદ્ર દેવનો ભવ ૬. માણિભદ્ર ૭. દત્તદેવ ૮. બલનામ દેવ ૯. શિવદેવ અને ૧૦. અનાદીત દેવના પૂર્વભવ જણાવ્યા છે. આમાં ભગવતીની પેઠે બ્રાહ્મણ-શાસ્ત્રોનાં નામો આવે છે.
(૧૧) પુષ્કચુલિયા (પુષ્પચૂલિકા) : આમાં દસ અધ્યયન છે. તેમાં ઉપર પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org