Book Title: Jain and Buddha Mata Sankshipta Itihas and Sidhanto
Author(s): Mohanlal Dalichand Desai, Kantilal B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ઉપલબ્ધ શ્રુત-સાહિત્ય : પ્રાચીન બાર અંગો
૫. જ્ઞાનપ્રવાદ – મતિ આદિ પંચવિધ જ્ઞાનનું સ્વરૂપ ભેદ-પ્રભેદ વડે તેમાં કથન
૬. સત્યપ્રવાદ –- સત્ય = સંયમ વા સત્યવચન તેમાં ભેદ સહિત તેમજ તેના પ્રતિપક્ષ (અસત્ય) સહિત વર્ણવેલ છે.
૭. આત્મપ્રવાદ – તેમાં આત્મા – જીવ અનેક નય વડે બતાવેલો છે.
૮. સમયપ્રવાદ-કર્મપ્રવાદ – તેમાં સમય એટલે સિદ્ધાન્તાર્થ કે જે કર્મરૂપ છે તેથી એટલે તેમાં કર્મસ્વરૂપ પ્રરૂપ્યું છે, માટે આ પૂર્વનું સમયપ્રવાદ કે કર્મપ્રવાદ એ નામ આપેલ છે. વળી તેમાં જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારનાં કર્મ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ આદિ ભેદ-પ્રભેદ કહેવામાં આવ્યા છે.
૯. પ્રત્યાખ્યાનવાદ – તેમાં સર્વ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ ભેદ સહિત જણાવ્યું છે.
૧૦. વિદ્યાનુપ્રવાદ – તેમાં અનેકતિશયવાળી વિદ્યા સાધનની અનુકૂળતાથી સિદ્ધિપ્રકર્ષ વડે જણાવે છે. વિદ્યાના અતિશયો સાધનની અનુકૂળતા વડે સિદ્ધિના પ્રકર્ષ વડે વર્ણવ્યા છે.
૧૧. અવધ્ય-કલ્યાણ – અવંધ્ય-સફલ. તેમાં જ્ઞાન, તપ, સંયોગ આદિ શુભ ફલો અને પ્રમાદ આદિ અશુભ ફલો વર્ણવ્યાં છે. બીજા તેને કલ્યાણપૂર્વ કહે છે.
૧૨. પ્રાણાયુઃ – પ્રાણાવાય – તેમાં પ્રાણજીવો એટલે પાંચ ઈદ્રિય, ત્રણ પ્રકારનું બલ, ઉચ્છુવાસ અને નિઃશ્વાસરૂપ પ્રાણોનું અથવા આયુ અનેક પ્રકારનું વર્ણવ્યું છે; જેમાં ભેદ સહિત પ્રાણવિધાન અને બીજા પ્રાણો વર્ણવેલા છે.
૧૩. ક્રિયાવિશાલ – કાયિકીઆદિ અને સંયમાદિ ક્રિયા વિશાલ એટલે ભેદ વડે વિસ્તર્ણપણે ભેદ સહિત જણાવવામાં આવી છે.
૧૪. બિન્દુસાર – એટલે લોકબિન્દુસાર. ('લોક' શબ્દ અધ્યાહાર છે) જે લોક એટલે જગતમાં, શ્રુતલોકમાં અક્ષરની ઉપર બિંદુ જેવા સાર રૂ૫ – સર્વોત્તમ સર્જાક્ષરના સત્રિપાતથી લબ્ધિ-હેતુવાળું છે તે.
(૪) અનુયોગ. અનુયોગ એટલે અનુરૂપ – અનુકૂલ યોગ અર્થાત્ સૂત્રની વસ્તુ સાથેનો અનુરૂપ સંબંધ. તે બે પ્રકારનો છે :
૧. મૂલ પ્રથમાનુયોગ – મૂલ એટલે ધર્મના પ્રવર્તનથી તીર્થકરોનો પ્રથમ એટલે સમ્યકત્વની પ્રાપ્તિના લક્ષણરૂપ પૂર્વભવાદિ ગોચર એવો અનુયોગ.
૨. ચંડિકાનુયોગ – ઈશ્વાદિના પૂર્વાપર પર્વથી પરિચ્છિન્ન, મધ્યભાગ તે ચંડિકા. તેની પેઠે એનાર્થ અધિકારવાળી ગ્રંથપદ્ધતિ તેને ચંડિકા કહેવામાં આવે છે, તેનો અનુયોગ.
મૂલ પ્રથમાનુયોગમાં અહંતુ ભગવતોના સમ્યક્ત્વથી આરંભી પૂર્વભવો – દેવલોકગમન, દેવભવનું આયુ, ત્યાંથી ચ્યવન, તીર્થંકરનો ઉત્પાત - જન્મ, અભિષેક, રાજશ્રીનો ત્યાગ, પ્રવજ્યા, તપ, કેવલજ્ઞાન, તીર્થપ્રવર્તન, શિષ્યો, ગણો, ગણધરો, આયપ્રવતિનીઓ, ચતુર્વિધ સંઘ...સિદ્ધિ આદિ કહેવામાં આવેલ હોય છે. ગંડિકાનુયોગમાં કુલકરોની, તીર્થકરોની, ચક્રવર્તીઓની, દશાઈની બલદેવની, વાસુદેવની, ગણધરોની, ભદ્રબાહુની, તપકર્મની, હરિવંશની, ઉત્સર્પિણીની, અવસર્પિણીની, ચિત્રાન્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org