________________
શ્રી રામવિજયજી મહારાજે પણ આવા વિરોધમાં પોતાનો સૂર મિલાવતાં વિદ્યાલય સામેનો વિરોધ વેગ પકડવા માંડ્યો. એને શમાવવા વિદ્યાલયની એ વખતની સંચાલક ત્રિપુટીએ શ્રી રામવિજયજી મ.ની સમક્ષ હાજર થઈને વિનંતી કરી કે, આપના જેવા મુનિઓએ તો વિદ્યાલય જેવી ઉપકારક સંસ્થાનો પ્રચાર કરવો જોઈએ, એના બદલે આપ વિરોધ શા માટે કરો છો ?
પૂજયશ્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, મહાવીર ભગવાનના નામથી આ વિદ્યાલયની સ્થાપના થઈ, ત્યારે તો એ જ આશય હતો ને કે, બહારગામથી ભણવા માટે મુંબઈ આવનારા વિદ્યાર્થીઓ નવકારશી, રાત્રિભોજન-ત્યાગ, સેવા-પૂજા આદિ ધાર્મિક સંસ્કારો જાળવવા પૂર્વક ધાર્મિક શિક્ષણની સાથે સાથે વ્યવહારિક શિક્ષણ પામી શકે ? બોલો, મારી આ સમજણ ખોટી તો નથી ને?
સંચાલક-ત્રિપુટીનો હકારાત્મક જવાબ મળતા જ પૂજ્યશ્રીએ કહ્યું કે, તો પછી તમે આટલું જ નક્કી કરો કે, નવકારશી, રાત્રિભોજનત્યાગ, સેવાપૂજા, ધાર્મિક અભ્યાસ આદિ જૈનાચારો મરજિયાત કે ફરજિયાત પાળનારા વિદ્યાર્થીઓને જ વિદ્યાલયમાં પ્રવેશ મળશે, આનો રીપોર્ટ આધુનિક કેળવણીનો ઢોલ પીટનારો નહિ, પણ ધાર્મિક કેળવણીના ગીત ગાનારા જ પ્રગટ થશે. વિદ્યાલય આ રીતે આટલું પણ કરવા તૈયાર હોય તો આ પણ શ્રાવકોની ફરજનો જ એક ભાગ હોવાથી અમારા જેવાને પછી વિદ્યાલયનો વિરોધ કરવાની જરુર જ ક્યાંથી રહે ? બોલો, આટલું પણ કરવાની તમારી તૈયારી છે ખરી ?
આ વેધક સવાલના જવાબમાં વિદ્યાલયના સંચાલકોના હૈયામાં ઉંડે ઉંડે જે બેઠું હતું, એ જ વરવા રુપે બહાર આવી ગયું. એમણે સાફ સાફ જણાવ્યું કે, સાહેબ ! અમારે કંઈ બધાને બાવા નથી બનાવી દેવા ! આવું કરવા જઈએ, તો કોણ ભણવા આવે ? અને ભણવા આવેલા બાવા બની જાય, એ અમને મંજૂર નથી.
સંચાલક ત્રિપુટીના પેટના પાતાળમાં જે ધરબાઈને પડ્યું હતું, એ પાપ પકડાઈ જતા પૂજ્યશ્રીએ રોકડું પરખાવ્યું કે, માટે જ અમારે