________________
લાગણી છે કે તેમણે પિતાના શબ્દો અને વર્તનમાં સ્પષ્ટ બતાવી આપ્યું છે.
મહારાજા બહાર કાશી નરેશ સર શ્રી પ્રભુનારાયણસિંહજી જી.સી.આઈ. ઈ.ને નામદાર સરકાર તરફથી સ્વતંત્ર અધિકાર એનાયત કરવામાં આવ્યું, ત્યારે ભારતવર્ષના સમગ્ર જૈન સંઘ તરફથી બનારસમાં કાશી નરેશને માનપત્ર આપવામાં આવ્યું હતું. માનપત્રમાં મુખ્ય હકીક્ત તેમના પાઠશાળા તથા પશુશાળા પ્રત્યેના પ્રેમ-કાળજી અને મદદ માટે ઉપકાર માનતાં અશ્વસેન રાજા કે જે ત્રેવીસમા તીથંકર પાશ્વનાથજીના પિતા હતા. તેઓ આ રાજ્યગાદીના પૂર્વના લેતા હોઈને એજ તખ્તના ઉત્તરોત્તર વારસ તરીકે નામદાર કાશી નરેશ આ રાજ્યમાં જેનધર્મ પ્રત્યે જે માનની નજરથી જુએ છે, તે માટે ઉપકાર માનવામાં આવ્યું હતું, અને બીજા રાજ્ય પેઠે આ રાજ્યમાં પણ પર્યુષણના આઠ દિવસ, તેમજ નરેશને જન્મદિવસ, તખ્તનશીન દિવસ, કુમાર જન્મ દિવસ, પિતૃતિથિ, માતૃતિથિ, મહારાણી જન્મદિવસ, સમ્રા જન્મદિવસ, સમ્રાજ્ઞી જન્મદિવસ, સમ્રા૮ તખ્તનશીને દિવસ તથા દશેરાના દિવસ માટે જીવહિંસા તદ્દન બંધ થાય તેમ હુકમ કાઢવાને અરજ પૂર્વક લક્ષ ખેંચ્યું હતું.
આ પ્રસંગે મહારાજશ્રીએ સમયાનુકૂળ ઉપદેશ પણ કર્યો હતું. આ સવના જવાબમાં નામદાર નરેશે ઉપકાર તથા લાગણીના કીમતી શબ્દ પ્રકાશવા સાથે જણાવ્યું હતું કે
સજજને, આજ તમેએ મારું જે સ્વાગત કર્યું છે અને પ્રીતિથી ભરપૂર શબ્દોના મારા ઉપર જે પ્રયોગ કર્યા છે તેથી કરીને મારું હૃદય અત્યંત પ્રસન્ન થાય છે.
હું આપ લેકેને નિશ્ચયરૂપથી કહી શકું છું કે આ એક એવું સસમાન છે કે જેને હું બીજા બધા સમાને કરતાં અધિક આદર કરૂ છું. ભારતમાં રાજભક્ત, શાંતિપ્રિય, કાર્યકુશળ અને નિસ્વાર્થ જાતિઓમાં જે જે અગ્રણી છે તેમાંની જૈન જાતિ પણ એક અગ્રગણ્ય છે. આવી જૈન વાતિએ મારા ઉપર જે શુભાભિલાષા પ્રકટ કરી છે તેને હું કઈ દિવસ પણ ભૂલીશ નહી. મારી હમેશાં એ
[ 2 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org