________________
દશાવતારનું સંક્ષિપ્ત વર્ણન. (૨૧૫) ભાવાર્થ –મન,વચન, કાયાએ કરી કઈ જીવને હણે નહિ, વળી આત્મહિત કરનાર, અનિદાન સંવૃત્ત મુનિ સિદ્ધિ પદને પામે છે. અનંત કાળે અનંતા જીવે સિદ્ધ થયા, તથા વત્તમાને એટલેકે ઝાષભ અથવા મહાવીરના ઉપદેશ સમયે અથવા તે મહાવિદેહાદિ ક્ષેત્રમાં મુક્તિ માર્ગ શરૂ છે તેની અપેક્ષાએ કરી કહેલ છેકે મુકિત પામે છે, વળી અનાગતકાલમાં મુક્તિ પામશે, પાંચ મહાવ્રતના પાલન સિવાય અન્ય મુકિત માગ નથી.(૨૧) પૂર્વોક્ત ત્રણે ઉદ્દેશામાં કહેલ આચારને આચ રનાર મુકિત ગયા છે, જાય છે, અને જશે. તેમ શ્રી રાષભદેવ સ્વામીએ પોતાના પુત્રને કહ્યું, તેજ અર્થ શ્રી વીરસ્વામીએ સુધમાં સ્વામીને કહ્યું. પૂજ્ય, જ્ઞાનન્દન, પ્રધાન કેવળજ્ઞાન તથા પ્રધાન દર્શનને ધારણ કરનાર, તેમજ વિશાળ કુળ, વિશાળ બુદ્ધિ વિશાળ માતા અને જેનું વિશાળ વચન છે એવા વિશાલિક ભગવાને પ્રરૂપેલ છે. (૨૨)
વિવેચન–પ્રથમ મહાવત મૂળ સૂત્રમાં બતાવેલ છે, તે જે કે વિસ્તારથી નહિ તે પણ તિવિFિ એ પદને લીધે ૮૧ ભાંગાએ કરી પ્રથમ મહાવ્રતની પાલન કરવી એમ સૂચવેલ છે. સામાન્યથી જીવના ૯ ભેદ –પાંચ સ્થાવર, અને ચાર ત્રસ. જેમકે, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા પર્ચે દ્રિય એ પ્રમાણે મળી નવ પ્રકારના જીવને મન, વચન, કાયાએ કરી મારવા નહિ, ત્યારે તેના ર૭ ભાંગા થાય તેને કૃત, કારિત અને અનુ. મતિને ત્યાગ હોવાથી ૮૧ ભાંગા થાય છે. અર્થાત્ નવ પ્રકારના એની મન, વચન કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ, તથા કરનારને સારે જાણ નહિ.
પ્રથમ મહાવ્રતની રક્ષા માટે ઈતર ચાર મહાવ્રતની ખાસ અને ક્ષિા છે. તેના સિવાય પ્રથમ મહાવ્રતની નિર્વિઘ રીતે રક્ષા થઈ શકે નહિ માટે એક કહેવાથી પાંચ મહાવ્રત કહેલ છે પાંચ મહાવ્રતથી દશ પ્રકારને યતિધર્મ સચવાય છે, તેની રક્ષા મુક્તિપદનું સાક્ષાત્કારણ છે. દશ પ્રકારને યતિધર્મ સમ્યગ્ર જ્ઞાન અને સમ્યક્ દર્શન વિના હેય નહિ, તેટલા સારૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર રૂપ રત્નત્રયી મુક્તિનું કારણ છે. તે પ્રમાણે શ્રી મહાવીર દેવે જાણું આદરી સ્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org