________________
શરીરની સ્થિરતા અપવિત્રતા
(૫૫)
છે, તેમ ક્રુર કાળના કરાળ દાંતની વચ્ચે મનુષ્યનું જીવન રહેલ છે, જરા દાંત ભેગા થાય કે તરત માર વાગી જાય છે. (૨) વજ્રષભ નારાચ સઘયણુવાળા શરીરમાં પણ અનિત્યતા આક્રમણ કરી રહી છે, તેા પછી કેલના ગર્ભની સમાન નિખળ અને કામળ શરીરવાળા પ્રાણીઓ ઉપર જરા હલ્લે કરે તેની તે કથાજ શી કહેવી ? તાત્પર્ય એટલું જ કે ભરત ભૂપતિ તથા નલ, રામ, યુધિષ્ઠર જેવા મહાપુરૂષો જરા ગ્રસ્ત થયા તે! ખીજાનુ તા કહેવુંજ શું? ( ૩ ). આ અસાર શરીરની અંદર જે સ્થિરતાને ચાહે છે, તે પુરૂષ જૂના અને સડેલા ઘાસથી મનાવવામાં આવેલા એક તૃણુમય પુરૂષમાં પુરૂષ બુદ્ધિ ધારણ કરે છે. (૪) મરણુરૂપ વાઘના મુખના કેટરમાં ( પેાલાણમાં ) નિવાસ કરનારા પ્રાણીઓનું રક્ષણ કરવામાં મંત્ર, તંત્ર અથવા ઔષધ પણ સમ નથી, અર્થાત્ સિહુના મેઢામાં સપડાએલા જીવ ખચવા પામે નહી, તેમજ યમરાજના પંજામાં સપડાએલે પ્રાણી મત્ર, ત ંત્ર અથવા ડૉકટરોના ચતુર ઉપાયથી પણ ખચવા પામતા નથી (૫) પ્રાણીઓના જીવિતને અહા, ધિક્કાર છે. કારણ કે વધતા એવા પુરૂષને પ્રથમ વૃદ્ધાવસ્થા ગ્રસ્ત કરેછે, ત્યારબાદ જમરાજ ઉપાડી જવાને ઊતાવળ કરેછે. કહેવાના સાર એ છે કે પ્રથમ તો જીવનું આયુષ્ય સે વસ્તુ, તેના અંદર કેટલાક ભાગ ગેરસમજણની અંદર ચાલ્યા જાય છે, કેટલા એક ભાગમાં ચેાવનની ઉન્મત્તતા આવીને ઘેરે ઘાલે છે, અમુક ભાગ કુટુંબના પાષણુમાં જાયછે, તેટલામાં તે વૃદ્ધાવસ્થા આવી પહેાંચેછે કે તુરતજ કાળ મહારાજા ભાગ્યેજ ૬૦, ૭૦ વર્ષ થયાં તેવામાં કાળીએ કરી જાય છે. ( ૬ ) જો પ્રાણી પેાતાને કાળના વશીભૂત થએલે જાણુવા ભાગ્યશાળી અને તા, કયે માણસ કવળ પણ ગ્રહણ કરે ? અર્થાત્ ખાવાનું પણ ચાડે નહિ તે પાપ કર્મની તા થાજ શી ? ( ૭ ) જેમ પરપાટા પાણીમાં ઉત્પન્ન થઇ થઇને વિનાશ પામેછે, તેમ પ્રાણીએનાં શરીરા પણુ ક્ષણુ વારમાં નાશ પામે છે. ( ૮ ) તવ ંગર હા કે ગરીમ હા, રાજા હો કે ૨૪ હા, પ ંડિત હા યા મૂખ હા, સજ્જન હેા કાં દુર્જન હા, પરંતુ યમરાજ તમામના પક્ષપાત રહિત સંહાર કરવાને પ્રવર્ત્ત માન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org