________________
શરીરની અસ્થિરતા-અપવિત્રતા યાદિ મવડ પણ કાળમાંથી બચવાને ઉપાય નથી. સારાંશ કે મૂસૂના સમયે ગમે તેવા ડાકટરે, ગમે તેવું ઔષધ અથવા શાંતિ પાકદિ ભલે હજાર ઉપાય કરે, પરંતુ મૃત્યુ હઠવાનું નથી, એ વાત સર્વકઈ જાણે છે. ૬.
તલવારના પાંજરામાં બેઠેલે હોય, હાથી, ઘેડ, રથ અને પાયદળરૂપ ચતુરંગ એનાથીભલે વીંટાએલ હેય, પણ યમરાજાના ક. કરે રાજાને પણ રાંકની માફક હઠથી લઈ જાય છે. ૭. જેમ પશુઓ મૃત્યુથી બચવાના ઉપાયને જાણતા નથી, તેમ વિદ્વાને પણ મરણને દૂર કરવાને ઈલાજ જાણતા નથી. ધિક્કાર છે ઇલાજ સંબંધીના અજાણપણને ૮.
વિવેચન –મોટા મોટા ધન્વતરિ જેવા વૈવ, મંત્રવાદી, તથા તંત્રવાદિએ વિગેરે કળા કુશળ લેક આ પૃથ્વીપીઠ ઉપર ઘણા થયા, પરંતુ તેનું કાળની આગળ કાંઈ ચાલ્યું નથી. વર્તમાન કાળમાં પણ જડ વસ્તુઓ (પંચ મહાભૂત) ઉપર, જેની બુદ્ધિએ ભારે કાબૂ મેળવ્યું છે, તથા નવા નવા પ્રયોગથી જનસમુહને ચક્તિ કર્યો છે, ફેટેગ્રાફ, ફેનેગ્રામ, કામ, રેલ, તાર વિગેરે અનેક ચમત્કારે શોધ ખોળ કરી શોધી કાઢયા, એટલુ જ નહિ, પરંતુ જેઓની બુદ્ધિ વરસાદને નિયમિત સ્થાન ઉપર વરસાવવા કેશીશ કરી રહી છે, અને તેમાં અમુક અંશે ફાવી પણ છે, વળી વિદ્યાધરની માફક મંત્ર તંત્ર સિવાય વિમાને પણ ચલાવે છે, તેવી પાશ્ચાત્ય પ્રજા કે કાંઈ પણ કરી શકી, છતાં મૃત્યુંજય મંત્ર મેળવી શકી નહિ અને શકશે પણ નહિ. હમણાંજ (આ લેખ લખાઈ રહ્યા છે તે વખતે) આપણુ રાજરાજેશ્વર સપ્તમ એડવર્ડ કાલધર્મ પામ્યા, જેને માટે દુનિયા શેકગ્રસ્ત થઈ, હજારો દેશના રાજાઓ તથા ગૃહસ્થ જેમના શરીરની ક્રિયા કરવા આવશે, હાલમાં તે ઔષધિના પ્રયોગથી શરીર જરા પણ દુર્ગધ ન મારે, અને તેવું ને તેવું જ દેખાય તેવી રીતે. ડાક્તર બહાદૂરએ તેને એક ભુવનમાં રાખેલ છે. તે ડાકટર મહાશયે. પણ આપણું આ મહાન રાજરાજેશ્વરની જીવનરક્ષામાં ફાવી શક્યા નહિ, તેથી પણ સિદ્ધ થાય છે જે કાળના પંજામાંથી પ્રાણિઓને કેઈ પણ છેડવી શકતું નથી. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org