Book Title: Dharm Deshna
Author(s): Vijaydharmsuri
Publisher: Harshchandra Bhurabhai Shah

View full book text
Previous | Next

Page 379
________________ (36) ધર્મ દેશના. વ્રતધારી, ત્યાગી, વૈરાગી, યિાપાત્ર, જ્ઞાન ધ્યાનાદિ રૂપ ગુણના રત્નાકર જે મુનિવરે તેમની ભક્તિ. ૪, છત્રીશ ગુણ ગણ વિભૂષિત ગચ્છનાયક શ્રી આચાર્ય મહારાજની ભક્તિ, ૫, સમસ્ત દ્રવ્યાનુયોગ, ચરિત્રાનુયોગ તથા કથાનુગાદિ શાસ્ત્રના પારગામી જે બહુશ્રુત હેય તેની ભકિત. ૬, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણવછેદક ગણ તથા સ્થવિરાદિ યુક્ત જે સમુદાય તે ગચ્છ, તેની ભકિત કરવી. ૭, જ્ઞાન લખવું, લખાવવું, લખેલની સંભાળ રાખવી, જીર્ણ થએલને ઉદ્ધાર કર, લેકે પકાર થાય તે જ્ઞાનને પ્રચાર કર, તેના ઉપકરણ પાટી, પુસ્તક, ઠવણ, કવલી, સાપડા, સાપડી વિગેરેની અ. વજ્ઞા ન કરવી, જ્ઞાનારાધક તિથિઓ સમ્યક્ પ્રકારે આરાધવી, નમે નાણસ્સ એ પદની નકારવાળી વીશ ગણવી, નિરંતર એકાવન ખ. માસણા દેવાં તથા ૫૧ લેગસ્સનો કાઉસગ્ગ કરે ઈત્યાદિ પ્રકારે જ્ઞાનપદની આરાધના કરવી તેનું નામ શ્રુત ભક્તિ. ૮, છઠ્ઠ, અઠમ, દશમ, દ્વાદશ, પંદર, અને મા ખમણદિની દેશકાલાનુસાર તપસ્યા કરનાર તપસ્વીની ભકિત, ૯, ઉભયકાળ આવશ્યક (પ્રતિક્રમણ) કિયામાં અપ્રમત્તતા. ૧૦, વ્રતશીલમાં અપ્રમત્તભાવ, ૧૧, ઉચિત વિનય ભાવ કરે, પરંતુ નહિ કે વિનયવાદીની માફક દરેકને વિનયભાવ કરે, કારણકે ગુણધિક પુરૂષમાં વિનય કરે સર્વથા ઉચિત છે, પરંતુ અન્યથા વિનય કરવાથી ધર્મને બદલે અધર્મ થાય છે, માટે ઉચિત વિનયભાવ કરવા ભલામણ છે. ૧૨, જ્ઞાનાભ્યાસ કરે તે આત્મકલ્યાણને માટે, નહિ કે આ જીવિકા સારૂ અથવા વાદવિવાદને માટે ઉન્માર્ગનું પિષણ કરવા તથા અન્યને પરાસ્ત કરવા જ્ઞાનાભ્યાસ કરનારા તે અનેક જીવે જગતમાં છે, તેથી કેવળ આત્મય માટે જે અભ્યાસ તેજ જ્ઞાના ભ્યાસ. ૧૩, છ પ્રકારને બાહ્ય તથા છ પ્રકારે અત્યંતર તપ આશંસા રહિતપણે કરે. ૧૪, સ્વયં સંયમ પાલવું, અન્યને સંયમધર્મમાં સ્થિર કરવા, સંયમ લેનારના મનમાં પ્રતિબંધ હોય તેને યથાશકિત મન, વચન, કાયાથી દૂર કરવા પ્રયત્ન કરે ઈત્યાદિ પ્ર. કારે ચાદમાં સંયમ પદની આરાધના કરવી. ૧૫, એકાન્ત સ્થળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420