________________
(૩૨)
ધર્મ દેશના. નામ આવે છે, મોક્ષ, મુક્તિ યા નિર્વાણનું તે નામ પણું આવતું નથી, તે શું તમે મેક્ષને નથી માનતા?” આ શંકાના સમાધાનમાં સમજવું કે, નિર્વાણ, મુક્તિ અથવા મેક્ષાદિ નામથી ઓળખાતા ચ. તુર્થ પુરૂષાર્થના સાધક મુનિવરે છે, જ્યારે અહીં પ્રસ્તુતમાં તે મૃ. હસ્થને ધર્મલાયક થવા સંબંધી અધિકાર છે, તેથી મોક્ષનું નામ પણ દષ્ટિગોચર થતું નથી. જૈન સિદ્ધાંતમાં જેટલી ક્રિયા છે, તે મેક્ષ સાધક છે. સ્વર્ગાદિક તે અવાન્તર ફળ બતાવેલ છે. જેમ કે એક પુરૂષ અમુક શહેરને ઉદ્દેશ કરીને ચાલેલ હોય, પરંતુ ત્યાં નહિ પહોંચી શકવાથી માર્ગમાં આવેલ ગામમાં વાસ કરે છે, તેવી રીતે મેક્ષસાધકે પણું માર્ગભૂત સ્વર્ગાદક ગતિમાં જાય છે. જેના સિદ્ધાન્તમાં મેક્ષસાધક અનુષ્ઠાન નથી તેને જરૂર નાસ્તિક સમજવા જોઈએ. એનું કારણ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તે પ્રાપ્ત કરવાને માટે પ્રથમ યોગ્યતા મેળવવી પડે છે. તે ગ્યતાના કારણભૂત, ધર્મ, અર્થ અને કામ રૂપ ત્રણ પુરૂષાર્થને અવિરોધ રીતે સાધના કરવા રૂપ, અઢારમે ગુણ છે તેની અંદર “ મેક્ષ' એ શબ્દ આવવાની જરૂરીઆત ન હેવાથી આવ્યું નથી.
હવે પરસ્પર વિરોધ બતાવી અવિધ રીતે પૂર્વોક્ત ત્રિવર્ગનું સાધન કરવાનું જણાવવામાં આવે છે. ધર્મ અર્થના નાશ પૂર્વક કેવલ કામ નામક પુરૂષાર્થનું સાધન કરનાર માણસ, વનગજની માફક આપદાનું સ્થાન થાય છે. વનગજ પિતાના જીવનને હારે છે; પરાધીનપણે રીબાઇ રીબાઈને મરણ પામે છે, તેમ કામાસક્ત પુરૂષનું ધન, ધર્મ અને શરીર નષ્ટ થાય છે. માટે કેવળ કામસેવા અનુચિત છે.
વળી જે પુરૂષ ધર્મ અને કામને અનાદર કરી કેવળ અર્થની અભિલાષા કરે છે, તે સિંહની માફક પાપનો ભાગી થાય છે. જેમકે સિંહ હસ્તી પ્રમુખ જાનવરોને મારી પતે અલ્પ ખાઈ, બાકીનું તમામ, અન્ય જનાવરને અર્પણ કરે છે. તેવી રીતે અર્થસાધક ખાઈ સંબંધિઓને અથવા અન્યને અર્પણ કરે છે. પિતે તે અઢાર પાપસ્થાનકને સેવનાર બની દુર્ગતિમાં જાય છે. માટે કેવળ અર્થસેવા અઘટિત છે. તેમજ અર્થ અને કામને છેડી કેવળ ધર્મસેવા કરવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org