________________
માગનુસારિના પાંત્રીશ ગુણે.
ઉર૭)
મહારત્નની ભેટ કરે છે, સવિચારને સુન્દર માર્ગ બતાવે છે તેમ થ. એલ ક્રેધાદિ કષાયને કૃશ કરે છે, પરંતુ ધર્મશ્રવણની અંદર બુદ્ધિના ગુણેની જરૂરીઆત છે, અન્યથા ધર્મશ્રવણ માત્રથી ગેરસમજ ઉત્પન્ન થાય છે.
જેમ, એક મહારાજ રામચરિત્ર વાંચતા હતા, તેમાં “સીતાનું હરણ થયું' એવી વાત આવી, આથી કેઇક ભકિક જીવે વિચાર્યું જે સીતાજી હરણું થઈ ગયાં.
કથા તે પૂરી થઈ, પરંતુ તેની શંકાનું સમાધાન સાંભળવામાં આવ્યું નહિ. તેથી તે, કથા કરનાર મહારાજ પાસે ગયે, અને હાથ જોડી પૂછ્યું કે “મહારાજ! તમામ વાતને ખુલાસે થયે, પણ એક વાત બાકી રહી,” કથા વાંચનાર તે ભ્રમમાં પડ્યા કે શું કેઈ શ્લેક રહી ગયે? અથવા પાનું ફારફેર થઈ ગયું? અથવા થયું શું? કે જેથી આ શ્રેતા કહે છે કે એક વાત રહી ગઈ? મહારાજે પૂછ્યું “ભાઈ ! શું બાકી રહ્યું છે? તે કહે.”
તે ભદ્રિક બેલ “મહારાજ! સીતાનું હરણ થયું, એમ પ્રથમ સાંભળ્યું હતું તે હવે હરણ મટીને સીતાજી પાછાં મનુષ્ય થયાં
મહારાજ તે તે ભદ્રિકનું આવું કથન સાંભળીને હસી પડ્યા. અને ભદ્રિકને સમજાવ્યું કે સીતાનું હરણ થયું, તેને અર્થ એમ છે કે સીતાજીને રાવણ લઈ ગયે, પરંતુ જેમ તું ધારે છે તેમ હરણ એટલે એક જાતનું જંગલી જનાવર સીતાજી થયાં નથી. હવે ભદ્રિક જીવ સમજે. જો તે ફરી પૂછવાન આવ્યો હોત, તે બીજા જીવે સાથે તે સંબંધે તકરાર કરત. માટે ધર્મશ્રવણમાં બુદ્ધિના ગુણેની ખાસ જરૂરીઆત છે. બુદ્ધિના આઠ ગુણે આ પ્રમાણે છે –
शुश्रूषा श्रवणं चैव ग्रहणं धारणं तथा ।
ऊहापोहार्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥१॥ (૧) અર્થાત્ સાંભળવાની ઈચ્છા તે શુશ્રુષા (૨) સાંભળવું તે, શ્રવણ, (૩) સાંભળેલ શાસ્ત્રના અર્થને સવીકાર તે, ગ્રહણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org