________________
ધર્મદેશના
तत्सांसारिकसंबन्ध विहार्यकाकिना सता। यतितव्यं हि मोक्षाय शाश्वतानन्तशर्मणे ॥१३॥
ભાવાર્થ –હે જીવ! પુત્ર, મિત્ર, સ્ત્રી તેમજ સ્વશરીરની સું દર ક્રિયા અર્થાત્ સત્કાર આ સર્વ પરકાર્ય છે, સ્વકાર્ય જરા પણ સમજીશ નહિ. ૧. જીવ એકલે જન્મે છે, એટલે મરણ પામે છે, તે મજ પિતાનાં એકઠાં થએલાં કર્મને ભવાન્તરમાં એકલો જ અનુભવે છે. ૨. આ જીવે, એકઠું કરેલું પુષ્કળ ધન અન્ય પ્રાણીઓ એકઠા થઈ ભગવે છે, પરંતુ એકઠું કરનાર એકલે પુરૂષ નરકના મધ્યભાગમાં સ્વકીય કર્મોને લીધે ભારે દુઃખ અનુભવે છે. ૩. આધિ, વ્યાધિ તથા ઉપાધિરૂપ દુઃખદાવાનલથી ભયંકર થએલી આ સંસાર રૂપ વિસ્તીર્ણ અટવીમાં કમીધીને જીવ એકલે જ અત્યન્ત ભ્રમણ કરે છે. ૪.
આ સંસારમાં સુખ દુઃખને અનુભવ આપનાર શરીર જે જી વને સહાયભૂત હેય તે ભલે, ભાઈ, બેન વિગેરે કુટુંબ સહાય ન થાઓ, કહેવાને તાત્પર્ય એ છે કે શરીર જ્યારે મદદગાર નથી તે, કુટુંબની મદદની આશા તે દુરાશાજ સમજવી. ૫.
શરીર પૂર્વ ભવમાંથી સાથે આવતું નથી, તેમજ ભતાન્તરમાં સાથે જવાનું નથી, તેથીજ માર્ગમાં મળેલા વટેમાર્ગુની માફક ઉદાસીન ભાવવાળું આ શરીર સહાય આપનાર કેવી રીતે થાય? કદાપિ નજ થાય. ૬.
નજીકમાં રહેલા ધર્મ અથવા અધમ, ભવાન્તરમાં જીવને સ હાય રૂપ છે, એવી મતિ ક૯પના કરવી તે પણ મિથ્યા જાણવી. અને થત મેક્ષમાં ધર્મધર્મની સહાયતા નથી. તાત્પર્ય કે, મેક્ષમાં અધર્મ હેય છે, તે તે સવકેઈ આનાકાની કર્યા વિના કબૂલ કરી શકશે, ૫રંતુ ધર્મ પણ હેય છે, તે વાત તત્વવેત્તાએ પિતે સમજી શાસ્ત્રદ્વારા યુક્તિ પૂર્વક સમજાવે છે-કારણકે ધર્મ પુણ્યનું કારણ હોવાથી બંધ રૂપ છે, અને તે પુણ્યબંધને પણ અભાવ થવાથી જીવ મોક્ષગામી ગણાય છે, ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org