________________
(૨૭૨)
ધર્મદેશની ગતિ પામી રવભાવથી જ નારકીના જીવને દુઃખ દેનાર છે. સૂયગડાંગ સૂત્રના પાંચમા અધ્યાયનમાં નારકીના જીના વિચિત્ર પ્રકારનાં દુઃખ સંબંધી ચિતાર ખડે કરવામાં આવ્યું છે, તેની ચાર ગાથાઓ અહીં લખીએ છીએ – इंगाल रासिं जलियं सजोति ततोवमं नूमिमणक्कमंता । ते मज्जमाणा कलुणं थणन्ति अरहस्सरा तत्थ चिरहितीया ॥१॥ जश्ते सुया वेयरणी जिग्गा णिसिओ जहा खुर इव तिक्खसोया। तरंति ते वेयरणी जिदुग्गां उसुचोश्यासत्ति सुहम्ममाणा ॥२॥ की हिं विति असाहुकम्मा नावं नविते सइ विप्पहूणा । अन्ने तु सूत्राहि तिसूलियाहिं दीहाहि विळूण अहे करन्ति ॥३॥ केसिं च बंधित्तु गले सिलाओ उदगंसि बोलंति महासयंसि । कसंबुया वालुय मुम्मुरे य लोलंति पच्चंति अ तत्थ अन्ने ॥४॥
ભાવાર્થમુદ્રળથી હણે, તલવાર વડે છે, શૂલ વડે ભેદ, અગ્નિ વડે બાળે ઈત્યાદિક પરમધામિકનાં ભયંકર શબ્દ સાંભળી નારકના જે ભાગે છે, તથા ભાગતા છતાં આ ઉપરની ચાર ગાથામાં બતાવ્યા પ્રમાણે દુઃખી થાય છે તેને અર્થ આ રીતે છે–અંગારાના ઢગલા ઉપર તથા બળતા અગ્નિની ઉપમાવાળી ભૂમિ, ઉપર ચાલતા થકાં નારકીના જીવો બળે છે. (જોકે નરકની ભૂમિને અગ્નિની ઉપમા ઘટતી નથી, ત્યાં બાદર અગ્નિને અભાવ છે તથાપિ નરકનાં દુઃખનું દિગદર્શન કરાવવા સારૂ અંગારા અગ્નિ વિગેરેનું નામ આપવામાં આવ્યું છે. ખરું જોતાં નગરદાહ કરતાં પણ અનંત ગુણી ઉણુ વેદના નરકમાં છે) તથા દીન સ્વરથી રૂદન કરે છે. તેઓને સ્વર ખરખરે થઈ જાય છે, તથા તેનું આયુષ્ય નિકાચિત હેવાથી દીર્ઘ કાળ સુધી નરકમાં તે જીને રહેવું પડે છે. ૧. - શ્રી સુધમાં સ્વામી, જંબુસ્વામી પ્રત્યે કહે છે કે “હેજબૂ,શ્રીમાન મહાવીરદેવ પાસેથી મેં સાંભળ્યું છે કે ખરા તથા ઉષ્ણ જળને વહન કરનારી, ભયંકર દુઃખને ઉત્પન્ન કરનારી, તથા અસ્ત્રાના જેવા જેના પ્રવાહે નિત્ય ચાલતા છે એવી વિતરણ નામની નદી છેઉષ્ણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org