________________
નરકગતિમાં દુઃખ.
(૭૩)
ભૂમિમાં ચાલવાથી તથા ઘણી રીતે તૃપ્ત થવાથી તરસ્યા થએલા નારકીના જીવા જળની આશા વડે આ નદી તરફ્ દોડે છે, પરંતુ ત્યાં જઇ વૈતરણી નદીને જોઇ ભયભ્રાંત અને છે, તેટલામાં ત્યાં રહેલા પરધાર્મિકા માણુ, તથા શિકત નામના શસ્ત્રથી તે જીવાને વૈતરણી નદી તરાવે છે. ૨.
અત્યન્ત ખારા, ઉના તથા દુર્ગંધવાળા વૈતરણીનાં પાણીથી નારકીના જીવા બહુ જ આકુળવ્યાકુળ થાય છે, ત્યારે તપેલા લેાઢાનાં હજારા ખીલાવાળુ નાવ પરમધામ દેવા વિવે છે, તેની અ ંદર નારકીના જીવો ખેંચી જવામાં આવે છે. ખીલાએ ચારે બાજુથી તેના શરીરમાં ખુંચી જાય છે. નારકીનાં શરીરો તત્કાળ ઈંડાંમાંથી નીકળેલાં પક્ષીનાં ખચ્ચાં જેવાં હાય છે. તેથી વૈતરણીના જળ વડે તેઓ નષ્ટ સંજ્ઞાવાળા થઈ જાય છે, પરંતુ ઉતા લેાઢાના ખીલા લાગવાથી પછું કરૂણાજનક રૂદન કરે છે, દાખલા તરીકે દાક્તર લેાકેા જેમ શીશી સુંઘાડી રાગીને બેભાન કરે છે, તે વખતે શરીરને! ધ હાવાથી કાપતી વખતે ( એપરેશન કરતી વખતે ) રેગી અવ્યક્ત શબ્દ કરે છે તથા હાથ પગને તરાવે છે, તેવી જ દશા નારકીના જીવેની થાય છે. વળી મૂર્છા પામેલા નારકીના જીવાને અન્ય નરકપાળે ( પરમાધામી ) શૂલ વડે વીંધી તેઓને અધભૂમિમાં લટકાવે છે. ૩
વળી કેટલાએક પરમાધાર્મિકા બિચારા અનાથ, અશરણુ નારકીના જીવાના ગળામાં માટી શીયા માંધી તેઓને પૂર્વોક્ત સ્વરૂપ વાળી વૈતરણીમાં ડુબાડે છે. ત્યાંથી કાઢી કઈ બના ફૂલના જેવા જેના રગ થએલા છે, એવી (વૈતરણીની ) તપેલી વેળુમાં તથા ભાઠાની અગ્નિમાં લટકાવે છે, તેમજ ચણાની માફક તેઓને ભુંજે છે, વળી અન્ય નરકપાળેા શૈલિમાં પરાવી તેમને માંસની પેશીની માફ્ક પકાવે છે.
૪.
ઇત્યાદિક નરકની વેઢનાએ ભારી ભયંકર છે, તેનુ ક માત્ર સ્વરૂપ બતાવ્યુ છે. સાત નરકમાં અયુષ્ય તથા શરીર ભિન્ન ભિન્ન છે. તેના અહીં વિસ્તાર ન કરતાં, હવે મારા પુત્ર નિયમાનુસાર તિર્યંચની સ્થિતિદર્શક શ્લાકે પ્રથમ આપી પછી તેની વ્યાખ્યા કરીશ.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org