________________
ધર્મના
આપી વિષયમાં આસકત બને છે. ઈત્યાદિ વન ચિહુને વડે આકુલવ્યાકુલ થએલા દે મમત્વભાવને લીધે કઈ પણ ઠેકાણે સુખ પામતા નથી. “દેવાંગના, વિમાન, અને પારિજાત, મંદાર સંતાન તથા હરિચંદનાદિ કલ્પવૃક્ષ, રત્નજડિત સ્ત, મણિઓની વિચિત્ર રચનાથી રચેલ આ ભૂમિ, રત્નમય વેદિક તથા રત્નના પગથીઆવાળી આ વાવડીએ પ્રભૂતિ છેડીને અશુચિથી ભરપૂર મહાનિંદનીય ગર્ભવાસમાં મારે જવું પડશે” ઈત્યાદિ વિચાર કરતા દેવે મહાવિલાપ કરે છે. ઓટલા ઉપરથી જણાયું હશે કે પૂર્વોક્ત નરક, તીર્થંચ તથા મનુષ્યગતિમાં જેમ સુખ નથી, તેમ દેવેમાં પણ સુખ નથી. “ ક શુભાશુભ આશ્રવ વિચાર. —
આ ચારે પ્રકારની ગતિ પ્રાપ્ત થવામાં કારણભૂત આશ્રવ શુભ અને અશુભ એમ બે પ્રકારનું છે. શુભ આશ્રવને લકે પુણ્યના નામથી ઓળખે છે, જ્યારે અશુભ આશ્રવને પાપ કહે છે. પુણ્યબંધથી મનુષ્ય તથા દેવગતિ મળે છે. જ્યારે પાપમધથી નરક તથા તીય ગતિ પ્રાપ્ત થાય છે.
તેટલા સારૂ પ્રથમ શુભાશ્રવ તથા અશુભાશવના બંધહેતુ જાણવાની આવશ્યક્તા છે, તે જાણ્યા સિવાય તેને ત્યાગ પ્રાણી કરી શકે નહિ. દાખલા તરીકે પ્રભુ શ્રીષભદેવે પુર રૂની ૭૨ કળામાં કેટલીએક એવી કળાઓ પણ બતાવી છે કે, જેનું આરાધાન કરવાથી આત્મા દુર્ગતિ જાય, તે હવે સવાલ થશે કે તે બતાવવાનું કારણ શું? તેનું મૂલ કારણ તે એજ છે કે જે જીવને તેવી કળાનું જ્ઞાન નહિ હોય તે તેને તે છેડી કેવી રીતે શકશે ? જેમ કે કપટકળ જરૂર હેય છે, તે પણ જ્યાં સુધી કપટનું સ્વરૂપ જાણવામાં નથી હોતું, એટલે કે આ અમુક કાર્ય મારાથી થયું તે કપટમિશ્ર છે કે કપટરૂપ છે અથવા કપટ રહિત છે, એવા પ્રકારનું જ્ઞાન જ્યાં સુધી માણસને થતું નથી, ત્યાં સુધી તે કપટને કેમ છેડી શકે? તેજ કારણથી કપટકળાથી પરિચિત માણસ જે કદાચ કપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org