________________
મોહ પ્રપંચ.
(૨૧)
યજ્ઞકર્મ, શ્રાદ્ધાદિ કાર્યોમાં હિંસા કરનાર સ્વર્ગભાગી બને છે. તેમજ મરનાર પશુ પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે એવું લેકેને ભરમાવે છે. વળી વામમાગીએ તે પિતાના સિદ્ધાંતમાં બેધડક રીતે મળ માંસ ખાવાની છૂટ આપે છે, એટલું જ નહિ પરંતુ અંતે તેનાથી મેક્ષ બતાવે છે. પ્રિય ભવ્ય પાઠક, આ મહાહનું પ્રાબલ્ય નહિ તે બીજું શું? મેહ રાજાને કઈ ભારે અલૈકિક પ્રપંચ છે, પ્રાયઃ તેનાથી કોઈ બચવા પામતું નથી. પ્રામર પાણુઓની તે વાત જ શી કહે, વી? પરંતુ આશ્ચર્ય તો એ છે કે સવજ્ઞ તુલ્ય દેશના દેનાર, શ્રુતકેવલી તરીકે ગણાએલા, સર્વથા મેહના અવગુણેને જાણનાર, અનેક ભવ્ય પુરૂષને ઉદ્ધાર કરનાર, પંચ મહાવ્રતને યથાસ્થિત પાલનાર, પ્રમાદ જેવા આત્મશત્રુઓને દૂર કરનાર, શુદ્ધ સમ્યકત્વધારી તથા વિશ્વોપકારી એવા પુરૂષસિંહને પણ મેહ મહારાજા પોતાના પરાકમથી લથડાવવા ચૂકેલ નથી.
એક વાર મેહ મહારાજા સ્વસભામાં ઉદાસ થઈને બેઠેલ છે, સમાજમાં પણ ઉદાસીનતા ફેલાઈ રહી છે. તે સમયે મહારાજાના રાગ દ્વેષ રૂપ મહા મંત્રીઓ બેલ્યા, “મહારાજ! ઉદાસીન કેમ છે?” આ પ્રશ્નના ઉત્તરમાં મંદસ્વરથી મેહરાના . “મારા રાજ્યમાંથી એક પુરૂષ નાશી ગયે તે મારા પાકા દુશ્મન સદાગમને જઈને મળેલ છે. આ સદગમે તે પુરૂષને સંપૂર્ણ આધીન કરેલે જણાય છે. સદાગમની મદદથી તે પુરૂષે મારે તમામ મમ જગમાં પ્રકાશિત કર્યો છે. હવે જે જગજજતુઓ મારી અખંડ આજ્ઞા માનનાર છે તેઓ આ મારા અપ્રકાશ્ય મર્મને જાણી જશે તો મારું રાજ્ય લાંબે વખત ટકી શકશે નહિ. આ કારણથી હું ઉદાસ છું. આ પ્રમાણે મેહ મહારાજાના વા નીકળતાંજ તેના કેટલાએક સુભટે તૈયાર થયા અને બોલ્યા, “મહારાજ! એક ક્ષણવારમાં આપને અપરાધી જીવ આપને સ્વાધીન કરી આપીશું. ચિંતા કરે નહિ.”
હવે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ, હર્ષ, મદ, કામ, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, હાસ્યાદિ સુભટ વગે કટીબદ્ધ થઈ આ પુરૂષની પાસે જઈ તેની સાથે ઘોર યુદ્ધ કર્યું, તથા અનેક ચેષ્ટા પૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org