________________
વૈરાગ્યવૃદ્ધિનાં કારણે.
(ર૩) અભાવમાં સમ્યક પ્રકારે ધર્મ સાધન થઈ શકશે નહિ. અત એવ નિરૂપવિક્ષેત્રની પણ જરૂરત છે. ઉપર કહેલી માનસિક બળ આદિ પાંચ વ. સ્તુઓ અનુકૂળ મળેલી છે, છતાં કાળ અનુકૂળ નથી તે ધમસાધનમાં ન્યૂનતા માલૂમ પડશે. કારણકે એગ્ય કાળ પ્રાપ્ત થયા વિના કરેલી કિયા ફળદાયક થતી નથી. ખેડુત ઘઉં વાવવાના સમયે કદાપિ બાજરો વાવશે નહિ, કદાચ વાવશે તે પસ્તાવો કરશે. માટે કાળની પણ ખાસ જરૂર છે. ઉપર બતાવેલી છ વસ્તુઓ ઠીક મળેલી છે છતાં જે વૃદ્ધાવસ્થા આવી પહોંચી તે શારીરિક બળમાં ન્યૂનતા માલુમ પડશે તેથી ધારેલું ધર્મ સાધન થઈ શકશે નહિ. તેટલાજ સારૂ શાસ્ત્રકારે જરા ન આવી પહોંચે તે પહેલાં ધર્મ સાધન કરવાની ભલામણ કરે છે. શરીરમાં કેડે વ્યાધિઓ ગુપ્ત રહેલી છે તેની વૃદ્ધિ થઈ નથી ત્યાં સુધી ધર્મ કરવાને વખત છે, તે વધવાથી માનસિક બળ તથા શારીરિક બળને પણ ધકકે પહોંચશે. માટે વ્યાધિ આવી પહોંચ્યા પહેલાં ધર્મ આરાધવે ત્યાર પછી છેલ્લા શ્લેકના ઉત્તરાર્ધમાં બતાવે છે કે ઈન્દ્રિયની હાનિ ન થાય ત્યાં સુધી ધર્મ સાધન કરવાને સમય છે, ઈન્દ્રિયે જેમ કર્મ સાધનમાં કારણ છે તેમ ધર્મ સાધનમાં પણ કારણ છે, જે ઇન્દ્રિય ખરાબ હેય તે પુરૂષ ધર્મને લાયક રહે તે નથી. જેમ અંધ પુરૂષ ચારિત્રધર્મને એગ્ય નથી, કારણકે તેનાથી જીવ દયામાં સહાયભૂત એવી ઈર્ષા સમિતિ પાળી શકાતો નથી. જેની સ્પર્શેન્દ્રિય ખરાબ છે, તે વિહારાદિ કિયા કરી શક્તાં નથી, ઈત્યાદિ કારણેને લઈને ઈન્દ્રિયની નરેગતાની આવશ્યક્તા છે. તેટલા સારૂ ધર્મ સાધનની સમગ્ર સામગ્રી પામ્યા છતાં જે પ્રમાદ કરવામાં આવશે તેપછી પત્તે લાગવાને નથી માટે વૈરાગ્યવૃદ્ધિ કરવી હોય તે ખાસ કરીને તે પ્રમાદને ત્યાગ કરે. જેમ પ્રમાદ ત્યાગ કરવા લાયક છે, તેમ તેના પુત્રો ક્રોધાદિ કષાયે પણ ત્યાગ જ કરવા લાયક છે કેમકે ક્રોધાદિ શત્રુએ આત્માનું સદા અહિત કરે છે. તે નીચેના સ્લેકવડે બતાવે છે –
कोहं च मानं च मायं च लोभं च पावड्ढणं । वमे चत्तारि दोसे उ इच्छंतो हिअमप्पणो ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org