________________
મનુષ્યજન્મની દુર્લભતા.
(ર૪૯) ણાય; પરંતુ તે જેમ દુર્લભ છે, તેમ મનુષ્યદેહ પણ પામ દુર્લભ છે.
“આઠમું ફર્મદષ્ટાન્તઃ–ધારેકે, અમુક વિસ્તીર્ણ તળાવની અન્દર એક કાચબાનું કુટુંબ આનન્દ સહિત નિવાસ કરે છે. તે તળાવની અન્દર લીલ ફૂલ એટલી બધી બધાણ છે કે જરા પણ જળનું દર્શન થવું દુર્લભ છે, પરંતુ એક દિવસ કમેગે વાયુના જેરથી સવાલને ખસવું છે કે તે જ વખતે કાચબાને ત્યાંજ ડેક બહાર કાઢવી છે, તેવા સમયમાં કાચબાને પૂર્ણિમાના ચન્દ્રના દર્શન થયાં, કાચબે વિચાર્યું કે હું એકલે અપૂર્વ આનન્દ ભેગવું, તેના કરતાં મારા કુટુંબની સાથે આનન્દ લઉ તે ઠીક. આમ વિચારી કચ્છપ પાણીમાં ગયે, અને કુટુંબ પરિવારને લઈને પાછા આવ્યું, તેટલામાં તે જ્યાં સેવાલ ખસી ગઈ હતી તે છિદ્ર બુરાઈ ગયું, કૂર્મ ફરી ફરીને થાકર્યો, પરંતુ હવે જેમ તે છિદ્ર પામવું દુર્લભ છે, તેમ મનુષ્ય જન્મ દુર્લભ છે.”
નવમું યુગસમીલા દષ્ટાન્ત–“કઈ એક વિદ્યાધર બે લાખ જન પ્રમાણુ લવણ સમુદ્રની અંદર યુગને (સરાને પૂર્વ કિનારે નાખે તથા સમીલા એટલે ધંસરામાં નાંખવાની ખીલીને પશ્ચિમ કિનારે નાંખે, હવે તે બેઉ એકઠા થઈ, ખીલી ધૂંસરાના છિદ્રમાં સ્વયમેવ આવવી દુર્લભ છે. તેમ મનુષ્યભવ દુર્લભ સમજ.”
પરમાણુ દષ્ટાન્તકેઇ એક દેવ એક સ્તંભને ચૂરે કરી તેને વાંસની નળીમાં ભરી, મેરૂ પર્વત પર ચડી, દશે દિશામાં ફેંકી દે, હવે તે પરમાણુઓને એકત્ર કરી ફરી સ્તંભ બને માણસથી દુર્લભ છે, તેમ મનુષ્યને અવતાર દુર્લભ જાણ.”
કેટલાએક ભદ્રિક પરિણમી છ દશ દષ્ટાન્ત દુર્લભ કેવળ મનુષ્યજન્મને સમજે છે, પરંતુ તેની સાથે એટલું પણ વિશેષ જાણવું કે મનુષ્ય જન્મની પૂર્વમાં પણ એટલે દ્વીન્દ્રિયથી ત્રીન્દ્રિય થવું, એમ ચતુરીન્દ્રિય યાત્ પચેન્દ્રિય થવું, તે પણ દશ દષ્ટાને દુર્લભ છે, તેજ પ્રમાણે મનુષ્ય જન્મ પામ્યા પછી પણ આર્યદેશાદિકની જોગવાઈ મળવી, તે પણ પૂર્વોક્ત દશ દષ્ટાને કરીને દુર્લભ જાણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org