________________
(૩૦)
ધર્મદેશના
manna
અથવા ખાસ નવા મનગમતા તૈયાર કરાવરાવે છે. વળી આ કપાટને રાખવા સારૂ એક પથરનું ઘર બંધાવી આપવા સારૂ શ્રાવકને ઉપદેશ કરે છે, અને કહે છે કે ભાઈ, પુસ્તકની રક્ષા કરવામાં ભારે પુણ્ય છે. શાસ્ત્રમાં જ્ઞાન ચિત્ય હેવાનું બતાવેલ છે, તે આ વખતે તેમ થવું જોઈએ. બાપડા શ્રાવકે ભક્તિભાવથી તેમજ શુભ ફળીની આકાંક્ષાથી પચીશ પચાસ હજાર રૂપિયા ખરચ કરે છે. હવે મુનિશ્રી પણ પુસ્તકે ઉપર કવર કરાવવા, છાપેલ પુસ્તક પર રેશમી કપડાનાં પૂંઠા લગાવવા, તેમજ ડાબલા બરાબર તૈયાર કરાવવા સારૂ બે ચાર માસ સુધી એટલા બધા કામે લાગી જાય છે કે જેવી રીતે મેમની અન્દર વેપારીને નવરાશ મળતી નથી, તેમ તેઓ પણ ફક્ત આહાર પાણી કરવા નવરા થાય છે. આવી રીતે સાધુઓને કાર્ય કરતા જોઈ કઈ ભવ્ય શ્રાવક સરલ ભાવે આવીને તેમને પૂછે કે મહારાજ, આપને આ શી ઉપાધિ ત્યારે સાધુઓ ઉત્તર આપે છે કે હે મહાભાગ્ય, આ તે જ્ઞાનની ભક્તિ છે, જ્ઞાન ભક્તિ કરનાર ઘણું ઉત્તમ ફળ પામે છે,આવાં વચન સાંભળી ભક્ત શ્રાવક મનમાં જરૂર સમજે છે કે અહીં પણ મહ મહારાજે પિતાને અમલ ઠીક જમાવ્યું છે, તે પણ મહારાજને ખોટું ન લાગે તેથી “જીહાં, આપ તે દુનિયાના લાભ માટે પ્રયાસ કરે છે” એ જવાબ વાળી પતાવે છે. આ બાબતમાં ખરી હકીકત તપાસીએ તે કેટલાક સાધુઓ પાસે દશ હજાર ગ્રંથ લખેલા હોય છે. વળી કેટલાએકની પાસે નાના મેટાને સરવાળે કરતાં એક લાખ પણ હોય, તે પછી તેઓએ તે પચીશ પચાસ ગ્રન્થ વાં. ચેલા હશે. જન્મ સુધી વાંચે તે સો બસે વાંચશે, બાકીના ગ્રન્થ તે કેવળ ભારભૂત છતાં તેમજ એક એક ગ્રન્થની દશ દશ નકલ મળી આવે તેપણું મેહ દશાથી કેઈને આપે નહિ. વળી તે ઉપરાંત તે પુ. સ્તકની સાર સંભાળમાં પિતાનું ઉત્તમ ચારિત્ર તથા જ્ઞાન વૃદ્ધિ કર વાને સમય નષ્ટ કરે છે. મેહના કાર્યને ભકિતનું કાર્ય માની લેવામાં આવે છે તે ઠીક નથી. જો કે આ કાર્ય પરમાર્થ બુદ્ધિથી થતું હોય તે સર્વથા અનુમોદનીય છે, પરંતુ મેહથી થતું હોવાથી ઉન્માગ રૂપ છે, કારણકે પિતાની નિશ્રામાં રહેલા પુસ્તકમાં જે પરિશ્રમ લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org