________________
માનને
જ્ય.
( ૫ )
" vs ,
શંકુ જેના શરીરમાં પ્રવેશ કરે છે, તેનાં મન, વચન અને કાયા ગ્લાનિવાળાં માલુમ પડે છે, તેમજ કદાગ્રહ રૂપશે, જેના મને મંદિરમાં વિદ્યમાન હોય છે, તેને દેવ, ગુરૂ અને ધર્મ રૂપ ત્રિપુટીના સંબંધમાં ગ્લાનિ રહ્યા કરે છે, અર્થાત્ સુદેવ, સુગુરૂ અને સદ્ધર્મની ઓળખાણ તેનાથી થઈ શકતી નથી. તેટલા વાસ્તુ મુમુક્ષુ જીવેએ અભિમાન કરવું ઉચિત નથી. જ્યાં અભિમાનને અભાવ છે, ત્યાં કદાગ્રહ સ્વપ્નમાં પણ દર્શન દઈ શક્તા નથી, કારણકે વિના કારણુ કાર્યોત્પત્તિ થતી નથી.(અભિમાનથી દુર્યોધન કેવી દુર્દશાને પામેલ હતું, તેને ઈતિહાસ પ્રાય આબાલ ગેપાલ સર્વત્ર જગ જાહેર છે. શ્રીમહાવીરના શાસનમાં, વ્રત નિયમ, સ્વાધ્યાય તથા ઈન્દ્રિયનિગ્રહાદિ કરનાર કેટલાક મુનિઓને પણ નિન્હની છાપ લાગી હતી, તેનું મૂળ કારણ જે તપાસીશું, તે કદાગ્રહ સિવાય બીજું કાંઈ જણાશે નહિ)
જે જીવ વિતંડાવાદ કરવામાંજ પિતાની જીન્દગી ગુમાવી દે છે. તે પરભવમાં અનેક દુઃખને ભાગી થાય છે. તે વખતે અભિમાન કાંઈ આડું આવતું નથી, પરંતુ જીવ ઉલટ કેડીને બને છે.
નિરભિમાની પુરૂષે અહંકાર–મમકારના શત્રુ હોવા સાથે સત્ય પક્ષના પક્ષપાતી હોય છે. તેઓના હૃદયકુહરમાં વિવેક-વિનય–શમ દમાદિની દીવાળી પ્રકટે છે. જેને લીધે વસ્તુતઃ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂ૫ રત્નત્રયીને જોઈ શકે છે, તેમજ અન્યને પણ તેને પ્રકાશ કરાવી શકે છે. માનની અસ્ત દશામાં મનુષ્ય ગુણીના ગુણગાન કરવામાં ભાગ્યશાળી નીવડે છે. સ્વયે ગુણી તથા ગુણાનુરાગી એ બે પ્રકારના પુરૂષે ચારિત્રગુણ તથા દર્શનગુણ પામી શકે છે, તે સિવાયના અભિમાન પર્વત પર ચડેલા ગુણ દ્વેષી પુરૂષે વાસ્તવિક વસ્તુને ન જાણવાથી મિથ્યાત્વ ભૂમિ ઉપર સ્થિત છે એમ સંભળાય છે, તેને માટે આ નીચેના બે કે અર્થ સહિત ટાંકી બતાવવા પૂર્વક માનને અધિકાર ખતમ થાય છે –
गुणी च गुणरागी च गुणवेषी च साधुषु । श्रुयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाधमबुख्यः ॥३०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org