________________
નન્દનઋષિનું દૃષ્ટાન્ત,
( ૧૧૫ )
એવુ' કોઇ પ્રયોજન નથી, કે જેથી આપને શિરઃકપ થાય વાસ્તુ આપના શિરક'પથી અમે શક્તિ થયા છીએ,વાસ્તે કૃપા કરી જણાવા કે શિરક પનુ કારણ શુ છે? ઇન્દ્ર ખેલ્યા- “ હે મહાનુભાવે ! મેં ભરત ક્ષેત્રની અ ંદર એક મહાપુરૂષના અવધિજ્ઞાન વડે દર્શન કર્યાં, અને તેની અચળ તથા અટળ પ્રતિજ્ઞા જોઇ મારા મનમાં ભારે આશ્ચર્ય થયું. મેં' મનદ્વારા તેને વદન કર્યું. ધન્ય છે આવા મહાપુરૂષોને, કે જેઓની હયાતીને લીધે મનુષ્ય લેાક, દેવલાક કરતાં શૈાભિત અને ભાગ્યવાન છે. ” ઇત્યાદિ વચના ઇન્દ્રનાં સાંભળી મિથ્યાત્વ દોષ દૂષિત એ દેવા ખેલ્યા ‘ મહારાજ ! આપ અમારા નાથ અને નેતા હોવાથી અમે હા હા કરીએ છીએ, પરંતુ કોઇ પણ મનુષ્યમાં આવી અદ્ભુત શક્તિ હોય એ વાત અમારા અંતઃકરણમાંસ્થિર થતી નથી, અમે તે મુનિવરની પાસે જઇ તે વાતના નિર્ણય કરીએ પછી અમે તે વાત માનીશું, એમ કહી તે ઇન્દ્રસભાથી વિદાય થયા, તે સમયે પૂર્વોક્ત મહામુનિને પારણાને સમય હતા, જેથી આહાર લાવી આલોચના કરી જેવામાં આહાર કરવાની શરૂઆત કરે છે, તેવામાં એ દેવમાંના એક દેવ સાધુના વેષ લઇ ત્યાં આગળ આવી નન્દન ઋષિને અસહ્ય અને કંઠાર વચના નીચે પ્રમાણે કહેવા લાગ્યું ઃ– હે દુષ્ટ ! હે ઉદર ભ૨િ! હે કપટપટુ ! આ પ્રમાણે ઠગાઇ કરીનેજ લેાકાની અન્દર કીતિ લતાને વધારે છે કે ? એક અતિશય ગ્લાન સાધુ અગીચામાં છે, તેને ઔષધ આહારાદિકની જરા પણ સગવડ કરી આપ્યા સિવાય માલ પાણી ઉડાવવા માંડયે છે, તેથી ધિક્કાર છે તને અને તારા જન્મને ! તેમજ ધિક્કાર છે તારી પ્રતિજ્ઞાને! ’ ઇત્યાદિક વચના સાંભળી નન્દન ઋષિ હાથમાં કાળી હતા, તે પાત્રામાં મુકી ઓલ્યા− મહાનુભાવ! શાંતિ રાખો, હું ચાલુ છુ. પાઠક! ખ્યાલ કરવાની જરૂર છે કે આવા વિકટ સમયની અન્દર પારણા વખતે વિના કારણુ નાહક તિરસ્કાર કરનાર ઉપર ભાવ દયા સાથે આહાર છેડી દઇ સેવામાં ચિત્ત લગાડીને શાંતિ પૂર્ણાંક કયે વીર પુરૂષ પરોપકાર માટે જાય વાર્ ?
મુનિવર અહારને ઉંચે લટકાવી કૃત્રિમ સાધુ સાથે ચાલ્યા, જ્યાં ગ્વાન મુનિ છે, ત્યાં ગયા, એટલે ગ્લાન મુનિએ પણ તેમને દશ વીસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org