________________
સિદ્ધસેન દિવાકરનું દષ્ટાન્ત.
(૧૫૫) નિશ્ચિત્ત સૂએ છે. રાજાના સુખની સાથે મુનિના સુખની સરખામણી કરતા છતાં કેઈએમ શંકા કરે કે રાજા તે શય્યામાં શયન કરે છે તે સુખ મુનિને કયાંથી હોય? તેના ઉત્તરમાં કવિ કહે છે કે, રાજાની શા તે નકર તૈયાર કરે ત્યારે થાય, પરંતુ મુનિઓને માટે પૃથ્વીરૂપ મનહર શમ્યા હમેશને માટે તૈયાર છે. વળી રાજાને ઓશિકા હેય છે તે મુનિઓને ક્યાં છે? એ પ્રમાણેની શંકાના સમાધાનમાં કહે છે કે ભુજલતા એજ ઓશીકું છે કે જે સૂતી વખતે મસ્તક નીચે રહે છે. રાજાના ઓશિકા તકિયા વિગેરેમાં તે માંકડ વિગેરેને ઉપદ્રવ રહે છે, પરન્તુ અહીં તેને બિલકુલ સંશય નથી. વળી રાજા જ્યાં સૂએ છે, ત્યાં રંગબેરંગી ચાંદણ (ચંદ્ર) રહે છે તે મુનિઓને ક્યાં છે? તે તેના ઉત્તરમાં જાણવું જે સ્વચ્છ નિર્મળ તેમજ ગ્રહ, નક્ષત્ર તારાદિ રત્નજડિત રંગબેરંગી આકાશરૂપ ચંદ્ર હમેશને માટે તૈયાર છે. રાજાને ત્યાં પંખા ચાલે છે તે મુનિઓને દશ દિશાઓને અનુકૂલ પવન સદાને માટે ખુલ્લી રીતે પંખે છે. રાજાને પંખે ચલાવનાર માણસ પ્રમાદાધીન થાય તે તે પંખે ક્ષણવાર બંધ થાય પરંતુ તે ડર મુનિઓને બિલકુલ નથી. એ બધું તે ખરૂં, પણ દવા વિના અંધારું, તે દી મુનિવરેને કયાં છે? જાણવું જોઈએ કે દેદીપ્યમાન ચંદ્ર એજ મુનિવરેને માટે સ્વાભાવિક દીવે છે. ચંદ્રમાને કાયમ દીવે માનવામાં કદાચ અસતેષ હેય તે તત્ત્વાર્થધ રૂપ દીપકલિકા મુનિવરોને હમેશને માટે પ્રકાશ આપે છે. રાજાને દીવે જમીનને શ્યામ કરનાર તથા પ્રયત્નસાધ્ય છે, જ્યારે મુનિઓને દીવે તેથી ઉલટા ગુણવાળે છે. રાજાની સેવામાં કામિની વગ રહે છે તે મુનિઓ પાસે તે હોયજ કયાંથી? તેના જવાબમાં પણ જણાવે છે કે વિરતિ, શાંતિ, સમવૃત્તિ, દયા, દાક્ષિણ્યતા આદિ સ્ત્રી પરિવારથી વીંટાએલા મુનિ સદાને માટે સુખી છે. રાજાને તે કેઈજ સ્ત્રી વર્ગથી આપત્તિને સંભવ છે. દાખલા તરીકે અમુક સ્ત્રી કેઈ કારણસર કુપિત થઈ, તે તેને ચાટ વચનવડે પ્રસન્ન કરવી પડે છે, વળી આપસમાં ટટે જાગે તે રાજાના બુરા હાલ થાય. એક કવિએ ઠીકજ કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org