________________
(૧૭૪)
ધર્મદેશના. થયા તેઓ તમામને ઉપદેશ એકાકાર હોય છે, શબ્દ રચનામાં ભલે ફરફેર હોય. પરંતુ અર્થોશમાં કેઈન વિભેદભાવ નથી. શબ્દરચના તે દેશ કાળને અનુસરીને થાય છે. વીરપરમાત્મા સંસ્કૃત ભાષાને જાણતા હતા, સર્વભાષાવિદ હતા, છતાં બાલ, સ્ત્રી મંદ પ્રકૃતિવાળા પુરૂષ તથા ચારિત્ર ધમાભિલાષી જીના ઉપકાર માટે સિદ્ધાંતની રચના પ્રાકૃતમાં થઈ જેમ કહ્યું છે કે –
વાલીમંpi કૃvi વારિત્રાિળાના
अनुग्रहार्थ तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ॥ १॥ પૂત હેતુથી સિદ્ધાન્ત પ્રાકૃત ભાષામાં નિબદ્ધ થયે. શ્રી મને હાવીર દેવના ઉપદેશમાં શાંતિની વૃદ્ધિ સિવાય અન્ય ઉપદેશ નથી. શ્રી મહાવીર દેવનું શાસન હજુ સુધી વિરોધભાવ રહિત ચાલ્યું આવે છે, જે મતમતાંતર ગચ્છ વિગેરે થયા છે તે પ્રાયઃ પદાર્થ વિલેપી નથી. કિયાકાંડમાં ભેદ છે. તે ભલે સ્વસ્વગચ્છાનુસાર કરે. જેની કરણ કષાયભાવરહિત હશે, તેને ફળ મળનાર છે. આત્મકલ્યાણને માટે મિથ્યાદષ્ટિ અથવા સમ્યદ્દષ્ટિ જે કાંઈ ક્યિા કરે તે બન્નેને સકામ નિર્જર બતાવેલ છે. હા અલબત, સકમ નિર્જરામાં ન્યૂનધિક ભેદ પડશે. ૫ રંતુ ત્યાગ, વૈરાગ્ય, ઈન્દ્રિયનિગ્રહ, તપ વિધાનાદિક ગમેતે જીવ આગ્રહ તથા નિદાનરહિત કરે છે તે જરૂર કર્મચ્ચિાને સાફ કરવામાં જળ રૂપ છે. પછી સ્વલપ જળરૂપ યા પ્રવાહ રૂપ છે. તત્વવેત્ત એના વચન સરળ, સુન્દર અને પક્ષપાત રહિત હોય છે. જૈન શાસ્ત્રમાં પણ લેખ છે જે તાંબર હો યા દિગંબર, બુદ્ધ હે યા અન્ય કેઈ કપિલાદિ હે; પરંતુ જે સમભાવ વડે આત્માને ભાવે અત્ કષાયભાવને જલાંજલિ આપે તે જરૂર મુક્તિગામી થાય. તેજ કારણથી જેનસિદ્ધાંતમાં પંદર ભેદે સિદ્ધ કહેલા છે. અન્યલિંગી પણ મેક્ષમહેલમાં પહોંચી શકે છે. કારણકે વસ્તુતઃ દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધા તેમજ પદાર્થતત્વનું યથાર્થ જ્ઞાન એજ મુકિત રૂપ વૃક્ષનું અધ્ય બીજ છે, જેનસિદ્ધાંત વર્તમાન કાળમાં ૪૫ ઉપલબ્ધ થાય છે. પ્રાયઃ કેટલાક સિદ્ધાંત પર ભિન્ન ભિન્ન આચાર્યોએ અનેક ટીકા બનાવી છે. મૂળસૂત્રને આશય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org