________________
દશાવતારનું સંક્ષિપ્ત વર્ણન (૨) બાંધેલા તીર્થંકર નામ કર્મને ખપાવવા સારૂ તે થાય છે. જન્મથી લઈ નિર્વાણ પયા જેઓનું ચરિત્ર મનન કરવા લાયક છે. ઈતર દેવાનું ચરિત્ર તે જન્મથી લઈ પરલોક ગમન સુધી ક્રીડા વિનાદ તથા પરસ્પર વિધિ વાજ્યાદિથી અપ્રામાણિક રીતે જાય છે. આપણે અહીં દશાવતારનું સંક્ષિપ્ત રીતે અવલોકન કરીએ. જેથી વાચકવર્ગ સમજી શકશે કે પૂર્વોક્ત વાકય મનઃકપિત નથી. -દશાવતારનું સંક્ષિપ્તવર્ણન.
वेदानुद्धरते जगन्निवहते नूगोलमुर्बिभ्रते दैत्यं दारयते बलिं उलयते दत्रयं कुर्वते । पौलस्त्यं जयते हवं कलयते कारुण्यमातन्वते म्लेच्छगन् मूयते दशाकृतिकृते कृष्णाय तुज्यं नमः ॥२॥ मत्स्यः कूर्मों वराहश्च नरसिंहोऽथ वामनः । रामो रामश्च कृषणश्च बुद्धः कक्की च ते दश ॥शा
પ્રથમને લેક જયદેવે ગીતગોવિન્દમાં આપેલ છે, તેમાં દશ અવતારનું પ્રયોજન બતાવેલ છે. પરંતુ જ્યાં સુધી પ્રત્યેક અવતારનું ટૂંક વૃત્તાન્ત ન અપાય ત્યાં સુધી તુ વર્ગને સ્પષ્ટ રીતે સમજણ પડે નહિ. વેરાનાતે એ વાક્ય અભ્યાવતારનું વૃત્તાન્ત સૂચવે છે. શંખ નામે દૈત્ય ચારે વેદને લઈ રસાતલમાં પેઠે, ત્યારે પૃથ્વી નિર્વેદ થઈ. હવે દેવે વિચાર્યું જે દુષ્ટ દૈત્યે અનર્થ કર્યો. માટે શંખને નાશ કરે, તથા વેદેને પાછા પૃથ્વીતલ ઉપર લાવવા એમ વિચારી મસ્યાવતાર ધારણ કરી રસાતલમાં જઈ, દૈત્યને મારી, વેદને પાછા પૃથ્વી પર લાવ્યા, એ પહેલાં અવતાર.
એક વાર પૃથ્વી પાતાલમાં જવા લાગી ત્યારે, ભગવાને કૂર્મ અવતાર ધારણ કરી તેને પીઠ પર ધારણ કરી, અને વરાહ રૂપ ધારણું કરી બે દાઢથી પકડી રાખી, તે કારણથી કૂર્મ અને વરાહ અવતાર લીધે. એ બીજા અને ત્રીજો અવતાર. | હિરણ્યકશિપુ દત્યને નાશ કરવા ચોથ નરસિંહને અવતાર, તેનું વૃત્તાન્ત આ પ્રમાણે–દૈત્યે પ્રાયઃ શિવભક્ત હોય છે, તેઓ શિવની આરાધના કરે છે. કોઈવાર હિરણ્યકશિપુ દૈત્યે શિવની સંપૂર્ણ
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org