________________
કર્મ ભાગવવામાં એકાકીપણું,
(૨૦૭)
પાછે અનન્તા કાળ રખડવાના. માટેજ જ્ઞાની પુરૂષ વારવાર નવી નવી યુક્તિઓ આપી સમજાવે છે જે હું ભાઇ! પ્રમાદ ન કર, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયની પવિત્રતા કર, પરભાવમાં તાર્ કલ્યાણ નહિ થાય. સ્વભાવમાં મગ્ન થા. વિકથાને છેડ, તું લેખ દ્વારા, વ્યાખ્યાન દ્વારા, પરનિન્દા ન કર. સ્ત્રનિન્દ્રા આત્મશ્રેય માટે કર, સ` જીવ સ્વકૃત કર્મોનુસાર ફળ પામે છે, સમય ઉત્તમ છે, ગયા સમય મળશે નહિ. સૂત્રકાર વળી વિશેષ દૃઢતા સારૂ કહે છે:-- इणमेव खण वियाणिया णो सुलभं बोहिं च आहितं । एवं सहिए हियासए आहिजिणे इणमेव से सगा | ૧૧ || अभविं पुराविभिखु वे आसावि भवंति सुव्वता ।
ચારૂં મુળારૂં આદુતે વ્યાસવરસ બુધમ્મારિનો ॥૨૦॥
ભાવાર્થ :—પામેલ સમય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સુન્દર સમો, સમ્યક દર્શનની પ્રાપ્તિ સુલભ નથી, એમ શ્રી ઋષભદેવના સ્વામી કહે છે, માટે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયવાળા મુનિ ઉત્પન્ન થએલ પરિસડાને સહન કરે, પૂર્વોક્ત વાત શ્રી ઋષભદેવનો માફક બાકીના તીર્થંકરા પણ કહે છે.
-
હું સાધુએ! પૂર્વ કાળમાં થઇ ગએલ તથા થનાર તમામ પ્રધાન વ્રતધારી જિનેશ્વરાએ પૂર્વોક્ત ચારિત્રના ગુણેા કહ્યા છે, તમા મના સિદ્ધાંત એજ છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના તેજ મુક્તિમાર્ગ છે. અર્થાત્ તીર્થંકરોની કલ્પનામાં ભેદ નથી. અપત્તની પનામાં ભેદ છે. ૨૦
વિવેચનઃ–દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ રૂપ સમય અતિ ઉત્તમ પામેલ છે, અને શુભ સામગ્રી પ્રાપ્ત થવી એ શુભ કાળની સિદ્ધિ સૂચવે છે, જ્યારે અશુભ સામગ્રી અશુભ ફળને મેળવી આપે. શ્રો ઋષભ દેવ સ્વામી પેાતાના પુત્રને કહે છે. હે મહાનુભાવે ! દ્રવ્યથી ત્રસ પણું, પંચેન્દ્રિય પટુતા, સુકુલેાત્પત્તિ તેમજ મનુષ્ય જન્મ વિગેરે; વળી ક્ષેત્રથી આર્યક્ષેત્ર ભરતભૂમિની અન્દર ૩૨ હજાર દેશ છે. તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org