________________
કર્મ ભેગવવામાં એકાકીપણું,
(૨૩)
WWW
एको करेइ कम्मं फलमवि तस्सिकउ समणुहवइ । एको जायइ मरइ य परलोयं एकओ जाइ ॥
એક કામ કરે છે, તે કર્મનું ફળ પણ એકલેજ અનુભવે છે, એકલે મરે છે તેમજ એકલે જન્મે છે, અને પરલોકમાં પણ એલેજ જાય છે.
પૂર્વોક્ત વાત જીવે સ્વયં અનુભવેલ છે, પરંતુ સમયપર ભૂલી જાય છે. દુઃખના સમયે અથવા મરણ સમયે યાદ આવે છે તે શા કામનું? અગ્રિ લાગ્યા પછી કૃ દ કામને નથી. પ્રથમથી કરેલ કાર્ય કામ આવે છે, તેજ કારણથી શાસ્ત્રકારે ભવ્ય જીવોને નવી નવી યુક્તિ પૂર્વક સમજાવે છે, પરંતુ ભારે કમી છ સમજે નહિ. મરણ સમયે રૂએ તેથી શું થનાર છે? ઉલટું હાય હાય કરી બમણું કર્મ બાંધે છે, માટે બન્ધ સમયે ચેતવું, ઉદય સમયે શાંતિ પૂર્વક વેદવું. જીવે સહજ ભાવથી જે કર્મ બાંધે છે, તે રતાં પણ છૂટતાં નથી. અઢારમી ગાથામાં સ્પષ્ટ બતાવેલ છે જે આ સંસારરૂપ મહાસાગરમાં
સ્વકૃત કર્માનુસાર એકેન્દ્રિય અવસ્થામાં અવ્યક્ત દુઃખ સહે છે. જે દુખ નારકીના જીવેથી અનન્તગુણ છે. ગતમ સ્વામીએ પ્રભુને પૂછયું જે મહારાજ! નિગદના જીને કેવું દુઃખ છે ! તેના ઉત્તરમાં ભગવાને કહ્યું કે હે ગતમ! નારકીના જીવે તીવ્ર અશાતા વેદનીય અનુભવે છે. તે કરતાં અનન્ત ગુણું દુઃખ નિગદના જીવ અનુભવે છે. તે નિવેદની અન્દર આ જીવ ઘણે કાળ રહ્ય, અનુક્રમે અકામ નિજેરાના જોરથી વધતા વધતા આ સમય આવ્યે. હવે જે ધારે તેમ કરી શકે તેમ છે પરંતુ ભાગ્ય વિના કાંઈ બની શકે નહિ. મળેલ સામગ્રી વ્યર્થ જાય તેમ તે નહિ, પરંતુ તેજ સામગ્રી પુણ્યહીનને ઉ. લટી પરિણમે છે. આજકાલના કેટલાક જીવે બાપડા ધર્મ કરણી તે દૂર રહી પણ કરનારને લેખ, વ્યાખ્યાન અથવા ગુપ્ત મિત્ર મંડળ દ્વારા નિર્જે છે, ત્યારે બીજા પ્રમાદાધીન થઈ સમય ચૂકે છે. આ ઉપર એક દષ્ટાંત નીચે મૂજબ છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org