________________
-
-
-
-
અગોચર સ્ત્રી ચરિત્ર
(૧૭૭) છે, ત્યારે સ્ત્રીમાં ૬૪ છે, છતાં કુભાયએ પિતાના ચરિત્ર વડે પુરૂષને દબાવે છે, વગેવે છે, જગતની દષ્ટિ આગળ તુચ્છ બનાવે છે, કિંકરની માફક પુરૂષ ઉપર હુકમ ચલાવે છે, આપત્તિ સમયે મનગમતી ચીજો મગાવી વિશેષ ચિન્તામાં નાંખે છે, તે ઘેર બેઠી ચેન ઉડાવે છે, એટલું જ નહિ પરંતુ પતિવ્રતા ધર્મને જલાંજલિ દઈ અનેક કુકર્મ કરવા જરા પણ સંકેચ પામતી નથી. તેવી કુભાર્થીઓને સંગ તજ તેજ સુખનું સાધન છે, પરંતુ વિષય લંપટ પુરૂષે અંધની ઉપમાને વહન કરે છે. અધ માણસ પણ હૃદયાદર્શમાં જ્ઞાનચક્ષુથી પ્રકાશવાળ રહે છે, પરંતુ કામાંધ પુરૂષ કદાપિ પ્રકાશવાળે તે નથી. જેને લીધે તેની દષ્ટિ સન્મુખ ઉપસિથત થએલ તત્વજ્ઞાનને પણ ઓળખી શકતા નથી, ફકટ ફાંફાં મારે છે. સ્ત્રીના ગહન અને અગોચર ચરિત્રને પ્રેમભક્તિ સમજે છે, વળી પૂર્ણ ઉપકારી માતપિતાને પણ તિરસ્કાર કરવા ચૂકતા નથી. તેમજ કષ્ટ નિવારક બંધુવર્ગ સાથે સ્ત્રીનાં વચનથી વિરોધ કરે છે. દેવગુરૂની આજ્ઞા કરતાં સ્ત્રીની આજ્ઞાને અધિક માન આપે છે, તથાપિ સ્ત્રી પોતાના સ્વભાવને છેડતી નથી. પ્રિય પાઠક! જેમ પાણીમાં ચાલતા મીની પગપતિ જાણવી મુશ્કેલ છે, આકાશમાં ચાલતા પક્ષિઓની પદપંક્તિનું જ્ઞાન દુર્લભ છે, તેજ પ્રમાણે સ્ત્રીઓનાં ચરિત્ર જાણવાં દુર્લભ છે. તે સંબંધમાં એક નાનકડું દષ્ટાંત અહિંઆ લખવું યોગ્ય જણાય છે તે આ પ્રમાણે –
એક પંડિત, સ્ત્રીના નવ લાખ ચરિત્ર અમુક એક કાશી જેવા સ્થળે ભણીને સ્વદેશ તરફ વિદાય થયે. રસ્તામાં એક મહાટી રાજધાની આવી. બ્રાહ્મણે વિચાર્યું જે રાજા પાસે જઈને આશીર્વાદ આપું. જેથી રસ્તામાં જે ખર્ચ થયો અને થશે તે નીકળી જાય. આમ વિચારી રાજા પાસે ગયે, રાજાએ સન્માનપૂર્વક દાન આપ્યું, અને પૂછયું જે આપ ક્યાંથી આવે છે? પંડિતે ઉત્તર આપે કે કાશીજીથી.
રાજાએ પૂછ્યું–કાશમાં કેટલાં વર્ષ રહ્યા? શું અભ્યાસ કર્યો? તથા વર્તમાનમાં કયાં જાઓ છે? २३
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org