________________
ધર્મદેશના. namamannannmann
અને શાતા સારવમાં આસક્ત, વિષયરસમાં મગ્ન થએલ, ધીમે ધીમે ધીઠ બને છે તેઓ કૃપણની દશાને અનુસરતા વીતરાગ ભગવાને બતાવેલ સમાધિને જાણતા નથી.
વિવેચન –ત્રીજી ગાથામાં મહાસત્તવ પુરૂની રીતિ બતાવી છે, અને એથી ગાથામાં અલ્પસત્વ પ્રાણીઓની વાતો બતાવેલી છે. મહાપુરૂષે સર્વત્ર વિજયી અને સુખી થાય છે. અમૂલ્ય રત્નાદિકનો ભેગ કરી પાછા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થાય છે. લીમીથી દાન ગઈ શકે છે, અને દાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે. વળી પુણ્યથી લક્ષમી જાને લક્ષ્મીથી દાન એ પ્રમાણે પરંપરાએ શુભ જેગે મુક્તિ પણ થાય છે. તેવી રીતે ચારિત્ર રત્નથી સ્વર્ગ, સ્વર્ગથી મનુષ્યભવ, ત્યાં પણ ચારિ. ત્રધર્મ અને ચારિત્રધર્મથી કર્મની નિર્જરા, અને યાવત મુક્તિ સુખની પ્રાપ્તિ થાય છે. મહાપુરૂષે વાસ્તવિક સુખને લાભ મેળવે છે, ત્યારે અલપસ હાય ય કરી જન્મ ગુમાવે છે. તે દશા કપણપણને છોડતી નથી. કદાચ કાકતાલીય ન્યાયે રત્નની પ્રાપ્તિ થઈ જાય, પરંતુ થોડામાં તે ગુમાવી દે છે.
ઉદાહરણ તરીકે કે પુરૂષને ચિન્તામણી રત્ન અનાયાસ મળ્યું, પરંતુ તેણે તેની ઓળખાણ નથી. કેવળ ચિન્તામણું રત્ન ના જેરથી તેને જે જે વિચારે કર્યા તે પાર પડ્યા, તેવામાં ચિન્તામણી રત્નને અધિષ્ઠાથી દેવ પરીક્ષાને અર્થે કાગડાનું રૂપ લઈ તે પુરૂષ જ્યાં પિતાના મિત્રની સાથે બાજી રમતું હતું ત્યાં આવી ખરાબ શબ્દથી બેલવા લાગે. પેલા નિર્ભાગ્ય શિરમણીએ તેને ઉડાડે પણ ઉડયે નહિ. તે વારે પોતાના હાથમાં જે ચિન્તામણિ રત્ન હતું તે ફેંકયુ, કે તરત તેને લઈ તે વિદાય થયે. ભાઈએ જે વિચાર કર્યા હતા, અને ચિન્તામણિના મહિ. માથી સિદ્ધ થયા હતા, તે તમામ હવે ઈન્દ્રજાળ જેવું થયું.
પાછળથી જ્યારે સમજવામાં આવ્યું જે ચિતામણી રત્ન હાથમાં આવ્યું હતું, પરંતુ કાગડાને ઉડાડવામાં તે ખાયું. ત્યારે તેને પશ્ચાત્તાપને પાર રહે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org