________________
વિશુદ્ધમા સેવન.
(૧૬)
શ્રી વીતરાગ પ્રભુએ શબ્દાદિ વિષયાને જીતવા સારૂ સાધુને પ્રથમ ઉપદેશ કરેલે છે, એટલે કે જે શબ્દાદિ વિષયને જીતે તેજ સાધુ કહેવાય. તથા પરસ્પર ધર્મની ચર્ચા કરવાનુ કહેલ છે તે ઘણીજ સુન્દર વાત છે. કારણ કે જે સમુદાયમાં સારણા–વારણાદિક નથી તે ગચ્છ સાધુએ છેડી દેવા, વળી જે ગચ્છની અ ંદર સારણાવારણાદિક હાય ત્યાં ગુરૂઆદિક ક્દાચ ઈંડાદિથી તાડના કરે, તે પણ તે ગચ્છના ત્યાગ કરવો નહિ. જો સારાવારા ન હોય તે વમાન કાળમાં હિન્દુ ખાવાઓની જે દશા છે તેજ દશા વીતરાગના શાસનમાં વતા મુનિએની થાય. જરૂર હિતશિક્ષાદિ પૂર્વક ધર્મચર્ચા હોવી જોઇએ. વળી વિષયના ત્યાગ માટે ઉપદેશ કરે છે:--
मा पेह पुरा पणाम निकंखे नवाह धुणित्तए । जे दूमा तेहिं णो णया ते जाणंति समाहिमाहियं ॥ २७ ॥ ो काहिए होज्ज संजए पासणिए य संपसारए । नचा धम्मं णुत्तरं ककिरिए ए याचि मामए ॥ २८ ॥
ભાવાર્થ:—પૂર્વે ભાગવેલ વિષયાને જો નહિ. ભવિષ્યકાળમાં વિષયની પ્રાપ્તિના અભિલાષ કર નહિ, માયાને દૂર કર, જે પુરૂષા દુષ્ટ મનથી વિષયાધીન થતા નથી, તે સર્વોત્તમ સમાધિ ધર્મને જાણેછે એ પ્રમાણે તત્ત્વને જાણનારા કહે છે.
ગોચરી માટે ગએલ સાધુ ગૃહસ્થાના ઘરમાં કથા કરે નહિ; પ્રાશ્તિક ન થાય એટલે કે પ્રશ્નના ઉત્તર ન આપે, ગુરૂ આદિક સમ્યક્ પ્રકારે ઉત્તર આપશે, તેમજ કેાઈ વરસાદ વિષે અથવા વસ્તુના ભાવ વિષે પૂછે તે તે કહે નહિં, શ્રીવીતરાગના ધર્મ સર્વોત્તમ છે એમ જાણી સમ્યક્ અનુષ્ઠાનમાં તત્પર થાય; અને શરીરાદિમાં મમત્વભાવ ન કરે.
વિવેચનઃ-જે વસ્તુને યાદ કરવાથી અથવા જોવાથી મનોવૃત્તિ વિપરીત થાય તે વસ્તુને યાદ ન કરવી તથા જેવી પણ નહિ, એ સામાન્ય નિયમ પ્રાઃય સર્વ મનુષ્યેના અનુભવમાં હશે, તેમાં વિશેષે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org