________________
(૧૬)
ધર્મદેશના
કરી આત્મશત્રુ શબ્દાદિ વિષયે તે આત્મા સંબધી શાશ્વતી ઋદ્ધિના ચેર હોવાથી તેના પર દૃષ્ટિ દેવી નહિ. તેમ તેને સ્મૃતિપથમાં પણ લાવવા નહિ. ભવિષ્યકાળમાં પણ તેને સંબંધ ન થાય તે માટે સાવચેતી રાખવી. માયા તથા અષ્ટ પ્રકારના જે કર્મ તેને દૂર કર. તાત્પર્ય એ છે જે માયા કમનું કારણ છે, માટે માયાને દૂર કરવાથી કર્મ સ્વાભાવિક રીતે જ દૂર થશે. જે પુરૂષે ખરાબ વિચાર વડે વિષય વિવશ થયા નથી, તેઓનેજ જગમાં શૂરવીર, તત્ત્વજ્ઞ તથા સમાધિ ધર્મના જાણકાર સમજવા જોઈએ.
સાધુ ગૃહસ્થના ઘરમાં જઈ કથા ન કરે, તેને મૂળ ઉદ્દેશ એ છે જે વિકથા ન કરે, અથવા ગ૫ ન હકે. કદાચ એ પ્રસંગ હોય અને ગૃહસ્થના ઘરમાં કથા કરે, તે બે ત્રણ સાધુ સાથે હોવા જોઈએ, સ્ત્રીવર્ગ પણ બહેળે હવે જોઈએ, અને સાથે પુરૂષે પણ હય, અને તેમ ન હોય તે ધમકથા પણ ન કરે. પ્રશ્નનો ઉત્તર આપવાની શકિત હોય છતાં ગુરૂઆદિનું બહુમાન રાખવા સારૂ તેઓને ગુરૂ પાસે આવવાનું કહે. કદાચ કઈ એજ સમય હોય કે પ્રત્તર નહિ આપવાથી શાસનની હેલના થાય તેવું હોય, અથવા લેકે અનેક કલ્પનાઓ કરે તેમ હોય તે ઉત્તર શાંત ચિત્તથી તથા ગભીર સ્વભાવ પૂર્વક આપે. પરંતુ વૃષ્ટિ વિગેરે સાવધ પ્રશ્નને તે ઉત્તર આપેજ નહિ તેવા પ્રશ્નમાં અનેક અનર્થો રહેલા છે. કારણ કે શુભાશુભ કહેનાર પ્રત્યક્ષ રીતે આર્તધ્યાનવાળે થાય છે. દાખલા તરીકે એમ કહ્યું હોય કે અમુક દિવસની અંદર અથવા અમુક દિવસે વૃષ્ટિ થશે, અને કદાચ ધારે કે તેમ ન થાય તે ભારે સંતાપ થાય; વળી કથન કરેલ દિવસની અંદર હમેશાં આકાશની સામે જેવું પડે, વળી બહાર જઈને પવનની પરીક્ષા પણ કરવી પડે. તેજ પ્રમાણે વસ્તુઓને ભાવ કહેનાર પણ તેજ પ્રકારે દુર્બાની રહે છે, પિતાનું વચન સત્ય થવા ખાતર હજારે જીવેને નુકસાન થાય તેનું ધ્યાન રહેતું નથી. લેકમાં કેવળ વચનસિદ્ધિ થવા ખાતર મંત્રાદિકને જાપ એકાગ્રચિત્ત કર પડે પરંતુ જે તેવું જ ધ્યાન આત્માને અર્થે થાય તે રાગદ્વેષ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org