________________
(૧૬૦)
ધર્મદેશના.
* *
*
*
*
*
* * *
कुजए अपराजिए जहा अक्वेहिं कुसोहि दीवयं । कममेव गहाय णो कविं नो तियं नो चेव दावरं ॥ २३ ॥ एवं लोगमि तारणा बुझए जे धम्मे अणुत्तरे । तं गिएह हियं ति उत्तम कममिव सेसवहाय पंमिए ॥श्वा
ભાવાર્થ – પાશા વડે અથવા કેડી વડે રમતો ધૂતકાર અન્ય ધૂતકાર વડે જીવાત નથી, કારણ કે જે દાવથી તેને જ થયે હેય તે દાવને તે અંગીકાર કરે છે, ઉદાહરણ તરીકે ચેકા વડે જીતેલ હોય તો એકાદુઈ ઈત્યાદિકને હાથ ધરતા નથી; દષ્ટાંત કહી હવે દાણીન્તિક કહે છે. જેમ જુગારી જીતેલ દાનેજ ગ્રહણ કરે છે, તેમ લોકની અંદર જેમાં અહિંસા પ્રધાન છે એવા તથા શ્રીવીતરાગે પ્રરૂપેલા સર્વોત્તમ ક્ષાજ્યાદિ દશ પ્રકારના ધર્મને સાધુ સ્વીકારે છે કે જેના વડે કરીને અનંત જીવે વિજયી થયા છે. જેમ તે જુગારી ચેકા વિના બીજા દાને પરિહરે છે, તેમ સાધુ પણ ગૃહસ્થ ધર્મ, પાસસ્થાદિને ધર્મ તથા મિથ્યામાર્ગનુગામિના ધર્મને પરહરે છે. કેવળ અહિંસાદિ ગુણગણ વિભૂષિત ધર્મને જ સ્વીકાર કરે છે.
વિવેચનઃ—ધર્મ શબ્દને વ્યવહાર ઉચ્ચ નીચ તમામ જાતિઓ કરે છે, આસ્તિક તથા નાસ્તિક ધર્મ માટે લડે છે, જેના ખંડન મંડનની અંદર લાખ બલકે કેડે ગ્રન્થની રચના થઈ છે, તથાપિ સત્ય ધર્મની પરીક્ષા જગજજતુ કરી શક્યા નહિ; જેણે પરીક્ષા કરી તેને રાગદ્વેષને અભાવ થશે, જેથી સર્વ જી સત્યધર્મગામી થાઓ યા નહિ તેની દરકાર નહિ કરતાં કેવળ ભાષા પુદ્ગલેને ખપાવવા ઉપદેશ કર્યો, તે સમયે જેને ભાગ્યેાદય હતે તેઓ તે મિથ્યાત્વ ભાવને છોડી સમ્યકુત્વ દશામાં આવ્યા. જ્યારે કેટલાક દુર્ભ તે ઉલટા શ્રેષાનલમાં
પાપાત કરી તેમજ સત્ય ધર્મની નિન્દા કરી ગાઢ મિથ્યાત્વી થયા. જગમાં અનાદિ કાળને રીવાજ પણ ચાલ્યો આવે છે જે સત્યાન્વેષી થડા હોય છે, જ્યારે મિથ્યાડંબરી ઘણા દેખાય છે, તે સાથે પિતાને કકકે ખરે કરવા સારૂ મિથ્યાશાસ્ત્રોની રચના પણ કરવામાં આવે છે વળી તે મિથ્યાશાસ્ત્રને પ્રચાર કરવા સારૂ સત્ય વાતને અ૫લાપ થાય છે. આપણે અહીં માત્ર એકજ દુષ્ટાન્ત લઈશું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org