________________
( ૧૧૮ )
ધર્મદેશના.
દિ પુરૂષોને મુક્તિની છાપ લાગેલ છે, તેજ કારણથી પુણ્ય પણ મુક્તિ પ્રાપ્ત થવામાં શુભ સાધન છે, અન્તમાં તેના ક્ષય છે, જેમ મનુષ્યગતિ મુક્તિનું કારણ માનેલ છે, તેના પણ અંતમાં ક્ષય છે; અર્થાત્ અંતમાં ક્ષય થનાર કારણુ થઇ શકે છે. અક્ષય જ્ઞાન, દર્શન અને ચારિત્ર પણ કારણ છે, અને પુણ્ય પર પરાથી કારણ છે, જ્યારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર અનતર કારણ છે, માટે ‘ પાપથી વિરત ’ એ વિશેષણ આપેલ છે; અન્યથા કર્મથી વાત કહેત, જેથી પુણ્ય ધના ત્યાગ કહેવાત. અભિનિવૃત્ત એટલે કષાય જે ક્રોધ, માન, માયા, લાલ તેનાથી શાંત થએલ, ક્રોધાદિકથી અશાંત પુરૂષ પાપથી નિવૃત્ત થઇ શકતા નથી. હવે પૂર્વોક્ત વિશેષજી વિશિષ્ટ પુરૂષ ન્યાયયુક્ત તથા યુક્તિયુક્ત જે મુક્તિમાર્ગ તે પ્રત્યે પ્રાપ્ત થાય છે, તેટલા માટે પદ્ એવું વિશેષણ આપેલ છે, એના અર્થ એવા છે કે સત્ય માને પ્રાપ્ત થએલ છે. સમસ્ત પ્રકારના પરિગ્રહને છેડી વૈરાગ્ય પદ્મવીને અનુસરેલ છે.
અહીં વાંચકવગે સમજવું જે આત્મ કલ્યાણ રૂપ કલ્પવૃક્ષનાં ફૂલ રૂપ લબ્ધિઓ ઉત્પન્ન થાય છે, તે આત્માદ્ધિ ગણાય છે. ઋદ્ધિઆના ઉપયાગ સ્વયં તે કરતા નથી, કેવળ શાસનન્નતિના કારશુમાં તેઓ તેના ઉપયોગ કરે છે, તે ઋદ્ધિનું દિગ્દર્શન અહીંકરાવવામાં આવે છે.
તપસ્વી મુનિવરના નાસિકાદિના મેલ ઔષધ રૂપ થાય છે.જેમ ચંદ્રની કાન્તિ વડે પર્વતની વનસ્પતિએ ઓષધરૂપ થાય છે, તેમ તેમના શ્લેષ્માદિના લવમાત્ર યુક્ત યદ્ઘિ કુષ્ટિનુ શરીર થાય તે તેને રોગ સર્વથા નષ્ટ થાય છે, અને કેર્રટરસ વડે જેમ તામ્રરાશિ સુવર્ણ થાય છે, તેમ રેગીનું શરીર કંચન જેવું થાય છે, કાન નેત્રાદ્ધિથી ઉત્પન્ન થએલ તથા શરીરથી ઉત્પન્ન થએલ મેલ કસ્તૂરિકાના પરિમલ જેવા સુગધી સર્વ રેગિએના રોગને નાશ કરવા સમર્થ થાય છે. તે મુનિવરોના શરીરના સ્પર્શમાત્રથી પ્રાણીઓ ગમે તે રોગવાળા હોય પણ નિગ થાય છે. જેમ વીજલીના સ્પર્શથી વાયુ નાશ પામે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org