________________
સાધુ ધર્મની દૃઢતા.
( ૧૩૫ ) ભવિષ્યકાળનું થાય નહિ, ત્યાં સુધી સ્વકર્ત્તવ્યમાં દઢ થવાતું નથી; તેટલાજ સારૂ જીવાની કર્મ કૃત શુભાશુભ ગતિ તથા વિચિત્ર વર્તન તુ જો, એ પ્રમાણે સૂત્રકારે કહ્યું છે, જગત ભગતને અનાદિકાળનુ વેર હાવાથી સાધુને કાઈ દાદના માર મારે અથવા કઠોર વચન કહે તે સાધુ દ્વેષ ન કરતાં નીચે લખેલ ભાવનાથી ભાવિત અંતઃકરણ વાળા થાય.
જો કોઇ નિનિમિત્ત ઉપદ્રવ કરે તેા સાધુએ વિચારવું જે મારા ખરેખર ભાગ્યેય છે કે જેથી અનાયાસ મારા કર્મની નિર્જરા થશે, મારા તિરસ્કારથી લોકોને આનન્દ છે, તેનાથી અધિક આનંદ થવાને મને સમય છે. કારણકે જો તે થોડા સમય શાંતિપૂર્વક સહન થશે તે અનાદિ કાળનાં મારાં દુઃખદાયક ક્લિષ્ટ કર્મો નાશ પામશે, મને મારવાથી લેાકાને સુખ ઉત્પન્ન થાય છે તે ભલે લેાકેા સુખી થાય, એકને અલ્પ દુઃખ અને અનેકને સુખ થાય છે તે તેના કાણુ મૂર્ખ નિષેધ કરે ? આ કંઠાર વચન કહેનાર મારા પરમ મધુ છે, કારણકે કર્મ રૂપ દૃઢ ગાંઠ મારા હૃદયકાશમાં બંધાએલ છે તેને આ લોકો ખારા વચન રૂપ ઔષધથી ગાળે છે. મારૂં તાડન તન ખૂબ કરો; સુવર્ણ ઉપર લાગેલ મેલ અગ્નિ વિના સાફ થતા નથી, તેમ આત્મા ઉપર અનાદિકાળથી લાગેલ કર્મ મેલ ઉપસર્ગ પરસહ રૂપ જળના પ્રવાહ વિના શાંત થનાર નથી. મને દ્રવ્યથી દુઃખ દેનાર અને ભાવરોગને હરણ કરનાર મારા મિત્ર પર હું કોપ કરૂં તો કૃતા ગણાઉ, કારણકે તેઓ મને દુર્ગતિના ખાડામાંથી કાઢે છે અને સ્વયં તે તેમાં પડે છે. પેાતાના પુણ્યના વ્યય વડે મારા પર જે અનાદિકાળનુ દેણુ છે તેને જે ચૂકાવે છે તેવા પરોપકારી ઉપર હું કદાપિ કાપ કરી શકું ખરે કે ? વધ મ ધનાદિક મને હર્ષને માટે છે, કારણકે તેએ સંસાર રૂપ કારાગૃહથી મુકિતનાં કારણ છે. કેવળ વધ ધનાદિ કરનારને થતી સંસારવૃદ્ધિ મને અક્સાસ કરાવે છે. આ દુનિયામાં કેટલાએક પુરૂષ પરને સતાષવા ધન, શરીરાદિના ત્યાગ કરે છે. તા કેવળ મને દુઃખ દેવાથી આ લેક ખુશી થાય છે તે થવા ઘા, મને આક્રોશ તાડન તર્જનાદિ શા હિસાબમાં છે ? વળી મુમુક્ષુ પુરૂષોએ ભાવના કરવી જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org