________________
(૧૮)
ધર્મદેશના.
-
-
*
*
*
*
*
*
*
*
~
~
~~~
પિતા પોતાની મનકલ્પિત વાતને ધર્મ માની ધમી બન્યા. હવે તેઓ કાળા પ્રાસાદના મુખ આગળ ગયા, તે વારે બે શ્રાવકે તેમાંથી બહાર નીકળ્યા. અન્ય કઈ પણ તે પ્રાસાદમાં હતું નહિ. રાજા તથા અમાત્ય વર્ગ તેઓને જોઈ ચક્તિ થયે. જે આ બન્ને જણા ખરા ધર્મશીલ હોવા છતાં શા સારૂ અધર્મના પ્રાસાદમાં પેઠા હશે? આ પ્રમાણે આશ્ચર્યમાં મગ્ન થયેલ પરીક્ષક વર્ગ તેઓ બન્ને જણને પૂછે છે જે “ તમે શું અધમ કરેલ છે?” તે વારે બન્ને ભાઈઓ સાથુલોચન બેલે છે, જે “અમે મદ્યપાનને ત્યાગ કર્યો હતે,પરતુ એક વખત મદ્યપાન વિરતિને ભંગ કર્યો છે, તે જ કારણથી અમે અધર્મ સેવી હેવાથી આ પ્રાસાદનો આશ્રય લીધું છે. ખરેખર અમે
अवाप्य मानुषं जन्म बब्वा जैनं च शासनम् । कृत्वा निवृत्ति मद्यस्य सम्यक् सापि न पालिता ॥२॥
અતિ દુર્લભ મનુષ્ય જન્મને તથા જિનેન્દ્ર શાસનને પ્રાપ્ત કરીને મદ્યપાનની અમે જે નિવૃત્તિ કરી હતી તેને પણ રૂડી રીતે પાળી નહિ.
अनेन व्रतनङ्गन मन्यमाना अधार्मिकम् । अधमाधममात्मानं कृष्णप्रासादमाश्रिताः ॥ १ ॥
આ વ્રતને ભંગ થવાથી આત્માને અમે અધમાધમ માનતા છતાં, કાળા પ્રાસાદને આશ્રય લીધેલ છે. કારણકે શાસ્ત્રકારેએ રાવત પુરૂષેનું જીવન વ્યર્થ પ્રાયઃ માનેલ છે. જેમકે –
वरं प्रवेष्टुं ज्वलितं हुताशनं न चापि नग्नं चिरसञ्चितत्रतम् । वरं हि मृत्युः सुविशुद्धचेतसो
न चापि शीलस्खलितस्य जीवितम् ॥ १ ॥ બળતા અગ્નિમાં પ્રવેશ કરે શ્રેષ્ઠ છે. પરતુ ચિરકાળથી પાળે લ વ્રતને ભંગ કર શ્રેષ્ઠ નથી, વિશુદ્ધાતઃકરણ પૂર્વક મરણસ્વીકાર કરવું સુન્દર છે, પણ શીલથી પરિભ્રષ્ટ થએલ પુરૂષનું જીવન ઠીક નથી, ઇત્યાદિ પ્રકારે શાસ્ત્રોના કથન મુજબ અમે ધાર્મિક જન ના હેવાથી કાળા પ્રાસાદના અધિકારી છીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org