________________
(૧૪૪)
ધર્મદેશના. જોઈએ તે તેઓ કરતા નથી, ઉલટું પ્રસંગે પાત્ત મન, વચન અને કાયાથી સાધુની આશાતના કરે છે. એટલું જ નહિ, પરંતુ જરા અપમાન થતાં સાધુને દુઃખ દેવા તેમજ ફજેત કરવા તૈયાર થાય, તેજ કારણથી ગૃહસ્થના પરિચય ત્યાગને ઉપદેશ સૂત્રકારે કરેલ છે. રાગ, દ્વેષ રહિત સાધુ યથાશક્તિ તપ કરે. તપ વિના કર્મને નાશ થતું નથી. તપ સાથે વચનગુપ્તિની પણ રક્ષા કરે. કારણ કે પ્રાયઃ જીવેનાં પુણ્ય કમ હોવાથી તપસ્યા કરનારને ક્રોદય જલદી થાય છે, તેટલા સારૂ વચન ઉપર કાબુ રાખવે. હવે પ્રસંગોપાત્ત જિનકલ્પી સાધુ સંબંધી થોડી વાત સૂત્રકાર જણાવે છે.
णो पिहे ण या वपंगुणे दारं सुन्नघरस्स संजए । पुढेण उदाहरे वायं ण समुच्चे को संथरे तणं ॥१३॥ जत्थत्थमए प्रणाजले समविसमाई मुणी हियासए । चरगा य उवावि भेरवा अजुवा तत्थ सरीसवा सिया ॥१३॥
ભાવાર્થ- જે શૂન્ય ઘરની અન્દર સાધુ શયન નિમિત્તે રહે તે ઘરનું બારણું ઉઘાડે નહિ, તેમજ બન્ધ પણ કરે નહિ. કારણકે ઉઘાડવાથી અને બંધ કરવાથી અકસ્માત્ જીવહત્યા થાય, તેમજ રસ્તામાં ચાલતા કેઈ પ્રશ્ન કરેતે તેને ઉત્તર ન આપે અને ઉત્તર આપવા જેવું હોય તે અસત્ય વચન ન બેલે, પરન્તુ સત્ય ઉત્તર આપે. જિનકલ્પી તે બેલેજ નહિ, તેમજ પડેલ રજાદિકને સાફ ન કરે તથા ઘાસ વિગેરેને પાથરે પણ નહિ. જે જગ્યાયે સૂર્ય અસ્ત પામે ત્યાંજ યાનસ્થ રહે, ઉપસર્ગ પરિસહ વડે જરા પણ ડરે નહિ. સાગરની માફક ગં. ભીર રહે. જગ્યામાં ખાડાખડીઆ હાયતા સમભાવ પૂર્વક સહન કરે તથા દેશમશકાદિ, ભયંકર ભૂત પિશાચાદિ તેમજ સર્પ વિગેરેના ઉ પદ્ર સહે, લગાર પણ રાગ દ્વેષ કરે નહિ; જેમ કહ્યું છે કે –
तिरिया मणुया य दिव्वगा उसग्गा तिविहा हियासिया। સોમાલિશે પિ D સુ િયુનાનાગ મહામુtel
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org