________________
(૧૨૨)
ધર્મદેશના. પાછા ઘર તરફ દોડે છે, તેઓ ઉભયથા અપમાનને પામી દુર્ગતિના ભાગી થાય છે. પૂર્વોક્ત અધિકાર બીજા અંગ સૂત્રકૃતની અન્દર છે. શ્રીષભદેવના ૯૮ પુત્રે જે સમયે વૈરાગ્ય પામ્યા હતા, ત્યારે તેઓ કેઇની આજ્ઞા લેવા ગયા ન હતા. કારણ કે ભક્તને અને જગને અનાદિ કાળનું વેર છે. જગત્ ભક્તને વિઘકર છે. સર્વ આસ્તિક શાસકારે વૈરાગી પુરૂષને ભલામણ કરે છે કે, પંડિત પુરૂએ જલદી શું કાર્ય કરવું? તે તે પ્રશ્નના ઉત્તરમાં એજ જણાવવામાં આવે છે કે સંસાર સંતતિને છેદ કરે. તેમાં વિલંબ ન કરે. કહ્યું છે કે – त्वरितं किं कर्तव्यं विषा संसारसन्ततिच्छेदः ।
કેવળ જેનેજ તેમ કહેતા નથી, પરંતુ વેદમતાનુયાયી જ કહે છે કે જે વારે વિરક્ત ભાવ આવે તેજ વખતે દીક્ષિત થવું–
यदहरेब विरज्येत तदहरेव प्रव्रज्येत ।
વૈિરાગી પુરૂષ સંસાર છોડવામાં વાર કરતા નથી, વાર કરે તે વારની વાર સમજવી. કેટલાક ભાગ્યશાળી છે સંસાર છોડવામાં જરા વિલંબ કરવા ગયા, તેવામાં તેઓ વિલંબમાન થઈ ગયા. આ સંબંધમાં એક લૈકિક દષ્ટાન્ત લક્ષમાં રાખવા જેવું છે કે –
એક મેટ ખાઈ છે, તેને પાર કરવા વાસ્તે બે પુરૂષોએ એવે નિર્ણય કર્યો કે આપણે ખાઈને પેલે પાર જવું. ખાઈસે હાથ ઉંડી છે, તેમજ દસ હાથ પહોળી છે, હવે બન્ને જણાએ ખાઈથી કેટલેક દૂર જઈ દેટ મૂકી. એક જણાએ તે બરાબર વેગ સાથે કૂદકે માર્યો, તેથી તે ખાઈને પેલે પાર જઈ પહોંચે. જ્યારે બીજા દેડતાં રસ્તામાં વિચાર કર્યો જે હું કૂદી શકીશ કે નહિ? આ વિચાર આવતાં જ વેગ ભંગ થયે, અને ખાઈને કિનારે આવી ઉભા થઈ રહ્યું. તે જ પ્રમાણે સંસારસ્થ જીવ વૈરાગ્યરૂપ વેગમાં ને વેગમાં પાર થઈ ગયે તે ઠીક પર
તુ જરા વિચારશીલ થયે કે તરત વૈરાગ્યવેગ મંદ થઈ જવાથી ત્યાને ત્યાંજ પડી રહેવાને. પછી ગમે તેવી બાધા યા પ્રતિજ્ઞા કરી હોય, તે તમામ ધીમે ધીમે વિપર્યાસ દશાને પ્રાપ્ત થાય છે. તેટલાજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org