________________
(૮૮)
ધ દેશના થએલે સમજી જો કે તેને ચિત્તમાં અફસ હોય તે પણ તેની આગળ હર્ષ બતાવે છે; “અન્નદાતા ! આપને પ્રબળ પ્રતાપ છે, આપના હાથથી મળેલી પ્રસાદી લાખ રૂપીઆ છે.” ઈત્યાદિ ખુશામત લેણી માસુસ કરે છે. આટલી આટલી ખિજમત કર્યા છતાં આશા પૂર્ણ થતી નથી. લેભ રૂપી ગર્તા (ખાડા) ને જેમ જેમ તે પૂરવા ધારે છે તેમ તેમ તે વધતેજ જાય છે તેને માટે કહ્યું છે કે –
अपि नामैष पूर्येत पयोजिः पयसां पतिः। न तु त्रैलोक्यराज्येऽपि प्राप्ते लोनः प्रपूर्यते ॥१॥
સમુદ્રમાં ગમે તેટલું પાણી જાય તે પણ તે પૂર્ણ થતું નથી. ધારે કે તે પૂર્ણ થાય તથાપિ ત્રણ લોકના રાજ્યની પ્રાપ્તિ થયે તે પણ લેભરૂપી સમુદ્ર કદી પૂર્ણ થાય નહિ.
વિવેચન –સમુદ્ર જેમ જળથી પૂર્ણ થાય નહિ તેમ લેભ સમુદ્ર ગમે તેટલા દ્રવ્યાદિનાં લાભથી પણ પૂર્ણ થતા જ નથી. જેમ જેમ લાભ થતું જાય છે તેમ તેમ લભ વૃદ્ધિ પામતે જાય છે.
यथा लाजस्तथा लोनो लानाबोजः प्रवर्धते ।
આ વાતનું સમર્થન કરવાને વાસ્તે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની અંદર સ્પષ્ટ રીતે લખાએલું કપીલ કેવલીનું દૃષ્ટાન્ત અહીં ટાંકી બતાવવામાં આવે છે –
શાંબી નગરીમાંજિતશત્રુનામને રાજા રાજ્ય કરતે હતે. તે શહેરની અન્દર કાશ્યપ નામને એક બ્રાહ્મણરાજા તથા પ્રજામાં સત્કાર પામેલું હતું. તેને યશા નામની સ્ત્રી હતી તથા કપિલ નામને પુત્ર હતે. કપિલની બાલ્યાવસ્થામાં જ તેને પિતા મરણ પામે. કાશ્યપના અધિકાર ઉપર હવે કઈ બીજે બ્રાહ્મણ આવ્યું. આ બ્રાહ્મણને રાજ દરબારમાં થતે આદર તથા આડંબર જોઈ યશા દુખી થઈ રેવા લાગી, ત્યારે કપિલે પુછ્યું “હે માતઃ ! શા સારૂ રૂએ છે? યશાએ ઉત્તરમાં જણાવ્યું કે “હે પુત્ર! જે તું ભણ્ય હેતને તારા પિતાનું સ્થાન બીજા કોઈના હાથમાં જાત નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org