________________
લેભનું સ્વરૂપ.
(૮૯)
કપિલે પોતાની માતાને કહ્યું “હું ભણશી” ત્યારે યશાએ શાંત થઈ તેને કહ્યું કે આ શહેરની અંદર તે રાજમાન્ય પંડિતના ભયથી તને કેાઈ ભણાવશે નહિં. વાસ્તે તું શ્રાવસ્તી નગરીમાં જા, ત્યાં તારા પિતાને મિત્ર ઇંદ્રદત્ત નામને પંડિત રહે છે, તે તને ભણાવશે. માતાનું વચન સાંભળી કપિલ શ્રાવસ્તિ ગયે. ઈદ્રદત્ત ઉપાધ્યાયને પેતાનું સમસ્ત વૃત્તાંત નિવેદન કરવાથી તેણે જાણ્યું કે આ મારા મિત્રને પુત્ર છે માટે મારે તેને ભણાવ સર્વથા ઉચિત છે. આમ ધારી તે ગામની અંદર શાલિભદ્ર નામનો એક દાનવીર શેઠ રહેતે હતું, તેને ત્યાં સિફારિશ પહોંચાડીને કપિલને ખાન પાનને બંદોબસ્ત કરાવી આપે. સુખે અન્નપાન મળવાથી તેણે અધ્યયન શરૂ કર્યું. વિદ્વાન થવાનાં ચિન્હ માલુમ પડવાં લાગ્યાં, પરંતુ કમજોગે વના વસ્થાના કારણથી શેઠના ઘરમાં કામ કરનાર દાસીની સાથે કપિલને સંબંધ છે, અને દાસી ગર્ભિણ થઈ, ત્યારે તેણે કપિલને કહેવા લાગી કે હું તારા સંગથી ગર્ભવતી થઈ છું, માટે પ્રસૂતિ સમયે થોડા પૈસાની જરૂરીઆત પડશે. દાસીનાં આવાં વચન સાંભળી તે ગભરાયે અને રાતભર નિદ્રા આવી નહિ. ત્યારે દાસીએ તેને સમજાવ્યું કે “ગભરાઓ છે શામાટે? આ શહેરની અંદર ધન નામને એક શ્રેષ્ઠી સૈથી પ્રથમ આશિષ આપનારને બે માસા સુવર્ણ આપે છે, તમે ત્યાં જઈને આશિષ આપે. આ સાંભળી કપિલ ખુશી થયે. સેથી પ્રથમ આશિષ આપવાના વિચારમાં સૂતે હોતે તેવામાં તેની ચિંતામાં ને ચિંતામાં એકદમ રાત્રિના બાર વાગે જાગે, અને મનમાં ધાર્યું કે સવાર થઈ ગયું હશે, પરંતુ આમ સમજી જ્યાં બહાર નીકળે છે કે રસ્તામાં એક વાળાએ પકડો આખી રાત બેસારી મૂકી સવારમાં તેને રાજા પાસે લઈ જવામાં આવ્યું. રાજાએ પૂછ્યું- “મધ્ય રાત્રિએ કેમ બહાર નીકળે હતે?”
હવે કપિલે વિચાર કર્યો કે સાચને આંચ નથી, યથાર્થ વાત કહેનાર સુખી થાય છે. આમ ધારી તમામ વૃત્તાંત અથથી ઇતિ સુધી રાજાને કહી સંભળાવ્યું. રાજા તથ્યવાર્તા જાણે પ્રસન્ન થયા અને કહ્યું કે તારી ઈચ્છા હોય તે માગ. કપિલે કહ્યું “વિચાર કરી માગીશ”
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org