________________
(૯૦).
ધ દેશના.
તેટલા સારૂ વિચાર કરવા માટે તેને અશોક વાટિકામાં મોકલવામાં આવ્યું. ત્યાં જઈ એકાંતમાં કપિલ વિચાર કરવા લાગ્યું કે બે માસાને બદલે દશ માસા માગું, પરંતુ વળી વિચાર આવ્યો કે દસ માસાથી માત્ર વસ્ત્રાદિ પૂરાં પાડી શકાશે. પરંતુ અલંકારાદિ ખરીદી શકાશે નહિ. એમ ધારી હજાર માસા માગવાને વિચાર કર્યો, તે ત્યાં પણ લેબે તેને ઠરવા દીધું નહિ. ઘરવાડી, ગાડી વિગેરેની જોગવાઈ કાંઈ હજારથી થાય નહિ. માટે લાખ માગું, આ વિચાર કર્યો. તે પણ મન સ્થિર થયું નહિ. નોકર ચાકર હાથી ઘોડા વિગેરેની, રાજાની માફક સાહિબી કાંઈ લાખ માસાથી થઈ શકે નહિ, માટે કોડ માસા માગવા ઠીક છે, અંતે કોડથી પણ મને સંતોષ પામ્યું નહિ, તેવામાં શુભેદય થવાથી એકદમ વૈરાગ્ય ભાવના જાગૃત થઈ આવી, અને નૈસર્ગિક સમ્યકત્વની પ્રાપ્તિ થવા સાથે શમ સંવેગ નિવેદાદિ ગુણે ઉદ્દભવ્યા. અને ત્યાં વાટિકામાંજ ભાવસાધુ બની લેચ કરે છે. તેટલામાં દેએ તેને મુનિવેષ અર્પણ કર્યો. તત્કાળ ત્યાંથી ઉઠી રાજા પાસે આવ્યા. રાજાએ ક્ષણવારમાં બહુરૂપીની માફક તેને અન્ય વેશમાં ઉભેલા જોઈ પૂછ્યું કે શું વિચાર્યું? ત્યારે તેણે ઉત્તરમાં એટલું જ કહ્યું કે
जहा लाहो तहा बोहो साहा लोहो पवम्ढइ । दोमासाकणयकजं कोमीए वि न निवट्टियं ॥१॥
જેમ લાભ તેમ લાભ; લાભ લેભાને વધારે છે. બે માસા સુવર્ણને માટે હું આવેલ હતું, પરંતુ કોડ માસાથી પણ મન ઠર્યું નહિ. તેથી હે રાજન લેભ ત્યાગ કરી મેં મુનિવેષ ધારણ કર્યો છે. દ્રવ્ય ભાવથી હવે હું સાધુ થયે છું. રાજાએ કહ્યું કે કેડ માસા આપવા પણ હું તૈયાર છું. કપિલે કહ્યું “હે રાજન્ ! સવ પરિગ્રહને મેં ત્યાગ કર્યો છે. એમ કહી ત્યાંથી નીકળી શુદ્ધ ચારિત્ર પાળતા કપિલ મુનિ છ માસને અંતે કલેક પ્રકાશી કેવળી થયા. એકવાર રસ્તામાં ચાર મળ્યા, તેઓને પ્રતિબંધવા નિમિતે તેઓના કહેવા પ્રમાણે પિતે નાટક કર્યું અને બલભદ્ર પ્રમુખ ચેરેને પ્રતિબધ્યા, તેની નમૂના દાખલ એક ગાથા નીચે પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org