________________
( ૧૦ )
ધર્મદેશના. સમયે કઈ ભાગ લેનાર નથી. કર્મની સત્તા સર્વ જી પર પ્રવર્તે છે કર્મ, સ્વસત્તાને ઉપયોગ કર્યા સિવાય છૂટતાં નથી, કર્મના પ્રાધાન્ય માટે જૂઓ, નીચે લખેલ ગાથાઓ શું કહે છે?
==ા કર્મનું પ્રાધાન્ય, देवा गंधव्वरक्खसा, असुरा नूमिचरा सिरिसिवा । राया नरसेट्टिमाहणा, ठाणा ते विचयति इक्खिया ॥५॥ कामहिं य संथवेहिं य गिघा कम्मसहा कालेण जंतवो । ताले जह बंधणच्चुए एवं आउक्रकयंम्मि तुट्टति ॥६॥
ભાવાર્થ–પિતાના કરેલ કર્મની સત્તા વડે દુખિત થએલા તિષ્ક, વૈમાનિક, ગંધર્વ, રાક્ષસ તથા વ્યંતરાદિક અને અસુર કુમારાદિ દશ પ્રકારના દે, તથા ભૂચર, સર્પાદિ તીર્ય, રાજા,ચકવર્યાદિક સામાન્ય પ્રકૃતિવાળા મનુષ્ય તથા શ્રેષ્ઠીઓ તેમજ બ્રાહ્મણ વિગેરે તમામ સ્વસ્થાન છેડી જાય છે. (૫) વિષયવાળા વડે તથા માત પિતાદિના સ્નેહ વડે, અથવા સાસુ સસશદિન સ્નેહ વડે લુબ્ધ થએલા આવે, કરેલ કર્મ જ્યારે ભેગવવું પડે છે ત્યારે, આકુલ વ્યાકુલ થઈ, “હા! માતા ! હા! તાત!” ઈત્યાદિ શબ્દ બેલતા થકા પર લકને માર્ગ પકડે છે. જેમ તાલવૃક્ષ ઉપરથી ટૂટેલ ફળ ભૂમિ ઉપર પડે છે. તેમજ પ્રાણ રહિત શરીર પણ ભૂમિસાત્ આયુષ્યના અભાવમાં મરણ પામે છે. (૬)
વિવેચન –સર્વ પ્રાણીઓને પ્રાણ તજતી વખતે મોટું દુઃખ થાય છે, કારણકે, તે સમયે અસહ્ય વેદના અનુભવવી પડે છે. શાસ્ત્રકરેએ મરણ વેદનાને, જન્મ વેદનાના કરતાં અધિક બતાવેલ છે. જન્મ સમયે જીવ ભારે કષ્ટ સહન કરે છે. જેમ કારીગરો રૂપાના વાળાને યંત્રમાંથી ખેંચી કાઢી લાંબે કરે છે, તેમ નિદ્વારા જીવને બહાર આવવું પડે છે. કેટલાક જીવે તે જ સમયે પ્રાણ ત્યાગ કરી જાય છે. જન્મ સમયે વેદના કેવી થાય છે તેને માટે એક દષ્ટાંત આપેલું છે કે–૧૬ વર્ષને એક તરૂણ કેળના ગર્ભ જેવા સુકમાલ શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org