________________
(૬૮)
ધમે દેશના
અર્થો બતાવે છે; યજમાન આગળ સ્વદરિદ્રતા બતાવી, દર પૂર્તિ માટે અનેક ઉપાયે કરી લેકેને ઠગવાની બાજી રચે છે, તેવા બાપડા બ્રાહ્મણે લેકના દેવાદાર થઈ અનેકવાર જન્મ મરણદિ કષ્ટ પરંપરા સહન કરશે તથા તેવા બ્રાહ્મણોને દાન દેનાર દાતાઓ પણ, લેણું લેવા માટે જન્મ જરા મરણદિક મહાદુઃખેથી ભરેલા આ સંસારમાં જન્મ લેવું પડશે. વળી જ્યાં જન્મે છે ત્યાં મરણ પણ છે. માટે નીચે લખેલે પારાશર સ્મૃતિને ક યાદ રાખવા લાયક છે–
यतिने काञ्चनं दत्त्वा ताम्बूवं ब्रह्मचारिणे । चौरेच्योऽप्यनयं दत्त्वा स दाता नरकं व्रजेत् ।। १ ।।
આ શ્લોક ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે, કે જેને જેવું ઉચિત હોય તેવું દાન આપવું, અન્યથા દેનારને નરક ગતિ થાય છે. બ્રાહ્મણેની પૂજા કરવી તથા સુપાત્ર પણ બ્રાહ્મણ જ છે એવું ઘણાં હિંદુશાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવેલું છે. વળી બ્રાહ્મણે કેવા ગુણ યુકત હેવા જોઈએ? તે વાત પણ તેની અંદર જણાવેલી છે, જેમ કે–
ब्राह्मणा ब्रह्मचर्येण यथा शिल्पेन शिपिकः। अन्यथा नाममात्र स्यादिन्धगोपस्तु कीटवत् ॥१॥
જેમ શિલ્પવિધાન સભાવમાંજ શિલ્પી કહેવાય છે, તેમ બ્રહ્મચર્ય ગુણ હોવાથી બ્રાહ્મણ કહેવાય છે; પરન્તુ ઈન્દ્રપ નામના કીડાની માફક પૂર્વોક્ત ગુણના અભાવમાં નામ માત્ર બ્રાહ્મણ છે.
વિવેચન –ગુણ નહિ હોવા છતાં, ગુણ કદાપિ કહી શકાય નહિ. જો તેમ થાય તે “ઇશ્વર એવું જે માણસનું નામ છે, તે પણ ઇશ્વરની મા કેમ ન પૂજાય? તેજ પ્રમાણે બ્રાહ્મણને છાજતા ગુણેના અભાવમાં બ્રાહ્મણ કુલમાં જન્મ હોવા માત્રથી બ્રાહ્મણ કહી શકાય નહિ. ગામના નાથ : આ વાકયથી પણ એજ સિદ્ધ થાય છે, કે જન્મથી કેઈ બ્રાહ્મણ હોઈ શકતું નથી. તાત્પર્ય એ છે કે સર્વત્ર ગુણને માન છે, જન્મને માન નથી. માટે સત્ય, સંતોષ, તપ, જપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org