________________
માયાને જ્ય.
(૭૭)
પિકારીને કહે છે કે ભાઈએ! જે સાધુતા તમારાથી ન બની શકતી હોય તે ગૃહસ્થ બને, અને તેમ કરવામાં જે લાજ અથવા કુલની મર્યાદા નડતી હોય તે નિર્દભતા ધારણ કરી લેકેની સમક્ષ એ પ્રમાણે સ્પષ્ટ કહે કે હું સાધુ નથી, પરંતુ સાધુને સેવક છું અને તે સાથે કહેણું પ્રમાણે રહેણુમાં રહે, કે જે મૂજબ નીચેના લેકમાં કહેવામાં આવે છે –
अत एव न यो धर्तुं मूलोत्तरगुणानलम् । युक्ता सुश्राव्यता तस्य न तु दम्भेन जीवनम् ॥१॥ परिहर्तुं न यो लिङ्गमप्यलं दृढरागवान् ।
संविज्ञपाक्षिकः स स्यान्निर्दम्नः साधुसेवकः ॥२॥ કહેણી પ્રમાણે રહેણી નહિ રહી શકવાથી, જે પોતે મૂળ તથા ઉત્તર ગુણેને ધારણ કરવા સમર્થ નથી, તેણે શુદ્ધ શ્રાવક થવું ઉચિત છે, પરંતુ દંભ વડે જીવવું ઉચિત છેજ નહિ (૧). કદાચિત્ કઈ માણસ, સાધુ વેષ ઉપર દઢ રાગવાન હોવાથી સાધુ વેષને છોડવા ન ચાહતે હેય તે તેણે સંવિજ્ઞ પક્ષી થવું. સંવિપક્ષી, દંભ રહિતપણે સાધુઓને સેવક થઈને વિચરે પરંતુ મિથ્યાડંબર કરે નહિ (૨)
વિવેચન–શ્રીવીતરાગ પ્રભુની આજ્ઞા એવા પ્રકારની છે કે ધર્મકરણ યથાશક્તિ કરે તથા જે કરે તે નિર્દભતા પૂર્વક કરે. અને તેટલાજ સારૂ પ્લેકેની અંદર સાધુપણું છોડી ગૃહસ્થ થવાની ભલામણ કરી છે. તેમાં આશ્ચર્ય એ છે કે જ્યારે દરેક ઠેકાણે શાસ્ત્રની અંદર સંસાર છોડવાની ભલામણ કરવામાં આવે છે, ત્યારે આ ઠેકાણે તે તે કરતાં ઉલટ ઉપદેશ કરવામાં આવ્યું છે. તેની અંદર શું રહસ્થ સમાયેલું છે તે ખરેખર વિચારવા લાયક છે. તાત્પર્ય એ છે કે બાપડે જીવ અનાદિ કાળથી કર્મ કિચ્ચડ વડે મલીન બનેલે છે, અને તે મલીનતા કેઈક અંશે દૂર થાય તેટલા સારૂ તે સાધુપણું સ્વીકરે છે, તેમ છતાં જ્યારે અહીં પણ અધિક લીનતાનાં કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org