________________
(૭૦)
ધર્મ દેશના
લગાડતા નથી. વિશ્વાસુ માણસને તે તેઓ બરાબર છેતરે છે. નીતિ તથા ધર્મને જલાંજલી આપે છે, તે પણ પાપી પેટ ભરવાના રેસા થઈ પડે છે. તેવા વેપારીઓએ જાણવું જોઈએ કે જે દેશની અંદર વેપારીઓ એક ભાવ તથા એકજ જાતના તેલા તથા માપ રાખી નીતિ પૂર્વક વેપાર કરે છે, તે દેશમાં રાજા, પ્રજા તથા વેપારી વર્ગ સર્વથા સુખી–ધનવાનું તેમજ આબરૂદાર માલૂમ પડે છે. આપણે આ ભારતવર્ષ પ્રાચીન કાળની અંદર ધર્મ, કર્મ, વ્યાપાર, કલાકોશલ્ય, વિનય, વિવેક, વિદ્યા, આદિમાં સર્વોત્તમ હતું, પરંતુ અત્યારે તેની જે અધોગતિ થઈ છે, તે માયા મહાદેવીનેજ પ્રસાદ છે, એમ કહેશું તે પણ કાંઈ ખોટું નથી. માયા મહાદેવી જે આ ભારતભૂમિમાંથી પલાયન કરી જાય તે સ્વાથી જને પરમાથી થઈ જાય, સાધુજને ખરેખર હાસાધુ, તથા સંતે યથાર્થ સંત થાય. વેપારી સાચે સાચા વેપારી અને પૂત્સાહુકાર તે બરાબર સાહુકાર ગણી શકાય. અને આમ થયું તે દેશપ્રન્નિતિ દુર્લભ નથી. પરંતુ દુર્ભાગ્યની વાત છે કે માયાદેવી માણસના જો જેમ રેમમાં વ્યાપેલી હેવાથી તેને દૂર કરવાનું કામ મહા દુષ્કર છે.
જે માણસ માયા મહા રાક્ષસીના પંજામાંથી બચી જઈ શકે તેને સાચે હીરે અથવા માણિક્યની ઉપમા આપો અગર તેને દુનિયાને રાજા અથવા દુનિયાને પૂજ્ય કહે, તો પણ કાંઈ હરકત નથી. દુનિયાને દાસ અથવા દુનિયાને કિંકર તે તેજ છે કે જે માયા જાળમાં બંધાઈ ગયા છે.
હવે વેપારીની વાત જવા દઈ વેશ્યાના માયા પ્રપંચ સંબંધી એક લેક કહે છે–
आरक्तानिहावनावलीलागतिविलोकनैः । कामिनो रञ्जयन्तीनिर्वेश्याभिर्वञ्च्यते जगत् ॥ १ ॥
હાવ, ભાવ, લીલાવાળી ચાલવાની ઢબ તથા કટાક્ષ પૂર્વક વિલેકન વડે કરીને કામી પુરૂષને ખુશી કરનારી તથા પ્રેમને ડેળ કરનારી વેશ્યાઓ વડે કરીને દુનિયા ઠગાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org